October 26th 2010

કસોટી

                         કસોટી

તાઃ૨૬/૧૦/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને સ્પર્શી ચાલે ઝંઝટ,અવનીએ મળે માનવ દેહ
સાચવી લેતા પગલાં એ,સમજાય આ જીવનનો ભેદ
                       ………..જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.
મિત્રતા માનવતા સમજી,નિખાલસતાએ મેળવાય
સરળ જીવનમાં સારીજ લાગે,ના ઝંઝટ કોઇ દેખાય
કરતાકામ ક્યારેક જીવનમાં,જ્યાં મિત્રતા નિરખાય
કસોટી મિત્રતાની થાય,જે સીધા સંબંધેજ સચવાય
                      …………જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.
શ્રધ્ધાની એક રીત અનોખી,જે સંસ્કારે જ લેવાય
સુખદુઃખની કેડી સંસારમાં,સૌને જ એ મળી જાય
હોય સંસારી કે સાધુ દેહ,પણ કોઇથીય ના છુટાય
ભક્તિ કસોટી પાર કરતાં,મળીજાય મુક્તિનો દોર
                      ………. જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.
જીવનજીવતા માનવીનું,મન અહીંતહીં ભટકી જાય
સહવાસ ને સંગ સારો મેળવવા,ઘણી કસોટી થાય
અનુભવની અટારીએ આવતાં,જીંદગી આખી જાય
ભક્તિની કસોટીએ તો,દેહથી સત્કર્મોને જ સહેવાય
                     …………જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.

+++++++++++++++++++++++++++++++