October 21st 2010

હરખના દીન

  ************************************
              આગમનના એંધાણ   
=============================     
                          હરખના દીન

તાઃ૨૧/૧૦/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમ્મી મમ્મી કરતી દીકરી,ઉંમરના સંગથી બંધાય
આવી જોતાં જમાઇને બારણે,માતાપિતાય હરખાય
                        ……….મમ્મી મમ્મી કરતી દીકરી.
આજકાલનો અણસાર મળે,પણ ના કોઇથી પકડાય
સંતાન જોતાં જીવનમાં,મળીજાય પ્રેમનો અણસાર
ગોદમાં રાખી બાળકને મા,હાલરડા સદા પ્રેમે ગાય
સમય સાચવી ચાલતાંજગે,માબાપ જોઇને હરખાય
                       …………મમ્મી મમ્મી કરતી દીકરી.
દીકરો લાવે આંગણેનારી,જીવનમાં સંગીની થઈજાય
માબાપના પ્રેમની વર્ષાએ,ગુણીયલ વહુ આવી જાય
સમજી વિચારી પગલાએ,ઉજ્વળ કુળ પણ થઇ જાય
આવે હરખના દીનઘરમાં,હૈયે અનંતઆનંદ મેળવાય
                         ………..મમ્મી મમ્મી કરતી દીકરી.
દીકરી વ્હાલી લાડકીલાગે,પણ એ પારકુધન સમજાય
ઉંમરના આંગણે આવતાં,એને પ્રેમે પારકે ઘેર વિદાય
અણસારમળે જ્યાં હરખનાદીનનો,માબાપ છે હરખાય
બાળકના આગમનની રાહે તો,જમાઇ આંટા ફેરા ખાય
                        …………મમ્મી મમ્મી કરતી દીકરી.

******************************************

October 21st 2010

કદમ કદમ

                            કદમ કદમ

તાઃ૨૧/૧૦/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમથી કદમ મળેતો,ક્યાંય ચાલી જવાય
ખાડા ટેકરા ખુંદી જતાં તો,મંજીલ મેળવી લેવાય
                 ………..કદમ કદમથી કદમ મળે તો.
માનવદેહે મળે અણસાર,જે બુધ્ધિ એજ સમજાય
સદ વિચારની શ્રેણી મળતાં,કદમ કદમ પરખાય
સાચી રાહ પ્રભુ કૃપાએ મળે,જ્યાં આશીર્વાદ હોય
અહંકારનો ઉંમરો છોડતાં,સાચી રાહ દોર મેળવાય
                 ………..કદમ કદમથી કદમ મળે તો.
દેખાય દીશાઓ ચારજગે,પણ ના મનથી સમજાય
સાથમળે જ્યાં સ્નેહે સાચો,ત્યાં મળી જાય છે જ્ઞાન
પારખીલેતાં કદમ સંગીનો,પ્રેમે જીવન આ હરખાય
સન્માનની કેડી આવે દોડી,આજન્મ સફળ થઈજાય
                 ………..કદમ કદમથી કદમ મળે તો.

******************************

October 21st 2010

શું માગું?

                             શું માગુ?

તાઃ૨૧/૧૦/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીધા મને સંસ્કાર માબાપે,જે આશીર્વાદની સાથ
દીધી દોર ભક્તિની પિતાએ,ને માતાએ સદભાવ
                       ………દીધા મને સંસ્કાર માબાપે.
સંસ્કારની સીડી પ્રેમ દઈદે,જે અતુટપ્રેમ સહવાય
ઉભરો કદી વધુ ના આવે,કે ના હદનેય ઓળંગાય
માતાએ દીધી લાગણીએવી,જે સમયેજ સચવાય
હદમાં રહીને મીઠાશને લેતાં,ના કદીયએ ઉભરાય
                       ………દીધા મને સંસ્કાર માબાપે.
પિતાએ ચીંધી છે આંગળી,કે સાચવી ચાલજે આજ
ભવિષ્ય તારા હાથમાંજ રહેશે,જે ઉજ્વળ કરશેકાલ
હિંમત તો તારા હાથમાં છે,મનથી વિચારીને કરજે
માગવાની નાજરૂરમારે,મળેલુ જીવન પાવન કરશે
                      ………..દીધા મને સંસ્કાર માબાપે.

==============================

October 21st 2010

આવ્યા જલારામ,સાંઇનુ શરણું

                       આવ્યા જલારામ

તાઃ૨૧/૧૦/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની જ્યાં દીઠી જ્યોત,મળે પ્રીત જલારામની
આવે આંગણે એદેવા પ્રેમ,ભક્તિ થાય પ્રભુરામની
                      ……….ભક્તિની જ્યાં દીઠી જ્યોત.
શ્રધ્ધા મળી આ જીવનમાં,આંગળી ચીધી જ્યારથી
મોહમાયાના જાય બંધન દુર,મન રહે ભક્તિમાંચુર
આવે સંતજલારામ આંગણે,ને સાથે વિરબાઇમાતા
ભક્તિનો એ પરચો એવો,જ્યાં ભાગે ભાગ્યવિધાતા
                      ……….ભક્તિની જ્યાં દીઠી જ્યોત.
માળાનો ના મોહ દેહને,હું રટણ કરુ છુ ભક્તિ ભાવે
મળશે પ્રેમ પરમાત્માનો,સદાય મનમાં હરખલાવે
દર્શનની મને આશ જલાની,ના પરમાત્માને દીઠા
દેહ ધરીને પરચો એદેતા,ઝોળી ડંડો હાથમાં લીધા
                   ……….. ભક્તિની જ્યાં દીઠી જ્યોત.

જય જલારામ જય જલારામ જય જલારામ જય જલારામ.
*************************************

                           સાંઇનુ શરણું

તાઃ૨૧/૧૦/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇ સાંઇનુ રટણ કરતાં,મને ભક્તિ મળી ગઇ
જીંદગી દીધેલી ભગવાને,મુક્તિ એ દોરાઇ ગઇ
                    ……….સાંઇ સાંઇનુ રટણ કરતાં.
અસીમ કૃપા ભગવાનની,અવનીએ થતી રહી
માણસાઇની મહેંકે,આવ્યા બાબા બનીને અહીં
દેહ ધર્યો અવની એ,ના માબાપની કોઇ પ્રીત
ભોલેનાથની કૃપા હતી,જે અસ્તીત્વ બની રહી
                    ……….સાંઇ સાંઇનુ રટણ કરતાં.
સંસારની સાંકળ સંગે,માનવતા મહેંકાવી અહીં
ભેદભાવની સીમા તોડાવી,જીવને રાહ બતાવી
પ્રેમભાવની જ્યોતજગતમાં,નિર્મળતાપ્રસરાવી
શરણુ લેતા જ જલા સાંઇનુ,મુક્તિ રાહ બતાવી
                      ………સાંઇ સાંઇનુ રટણ કરતાં.

જયસાંઇબાબા જયસાંઇબાબા જયસાંઇબાબા જયસાંઇબાબા 

*************************************