October 19th 2010

હવાની અસર

                             હવાની અસર

તાઃ૧૯/૧૦/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

એકડો બગડો શીખી લીધો,ને પેન હાથમાં પકડાઇ ગઇ
વાંચતા લખતાં સાંજપડી,પણ અહીં બુધ્ધિ અટકી ગઇ
                          …………એકડો બગડો શીખી લીધો.
સંસ્કાર તો માતાએ દીધા,દઇદે દેહને ઉજ્વળ સોપાન
આશીર્વાદનો સંગ રહેતા,ના આઘુપાછુ આજીવનથાય
ભણતર મેળવતી લીલી સીડી,અહીંયાં થઈ ગઈ લાલ
હાયબાયની આ હવા મળતાં,ત્યાંના ભણતરને ભુલાય
સન્માન સાથે પ્રેમ મળે,જે ફક્ત માણસાઇએ મેળવાય
અહીંની હવાની અસરમળતાંજ,માબાપનેય તરછોડાય
                          …………એકડો બગડો શીખી લીધો.
ભક્તિને સંસ્કારથી સંબંધ,ના કદી માનવતા દુર જાય
પગલાં પડતાં આ ધરતી પર,બનીજાય એ ઉચુ આભ
ધરતી પર ના અસર તેની,એતો આંખોથી દુર દેખાય
બુધ્ધિ અટકી આંગળી ચાલે,ત્યાં વિચાર કદી ના થાય
કોનો કેટલો સાથહતો જીવનમાં,ના મનથીએ સમજાય
ભણતર ચણતર પાછળરહેતાં,આ જીવન વેડફાઇ જાય
                          …………એકડો બગડો શીખી લીધો.

+++++++++++++++++++++++++++++++