October 1st 2010

દર્શનની પ્યાસી

                         દર્શનની પ્યાસી

તાઃ૧/૧૦/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવાગઢની ઓ માડી,તારા દર્શન કરવા હું આવી
શ્રધ્ધા ભક્તિની સંગે ,મા હું ગરબે ધુમવાને લાગી
તારા ગરબે દેતીતાળી,મા હું રુમઝુમ કરતી આવી
                            ………ઓ પાવાગઢની માડી.
માબહુચરમા ઓ કાળકામા,માચામુંડા ચોટીલાવાળી
ઓદુર્ગામા ઓમેલડીમા,મા વહાણવટી પાળજવાળી
મા તાલ દેતી ગરબે ઘુમતી,તને રાજી કરવા આવી
                         મા તને રાજી કરવા હું આવી
                              ………ઓ પાવાગઢની માડી.
તાલેતાલથી ગરબે ઘુમતી,મા હું સિંદુરને સાથે લાવી
દેજેપ્રેમ ને હેત ઓ માડી,તારી ભક્તિ પ્રેમથી કરનારી
નવરાત્રીના નોરતા વ્હાલા,માડી લેજે ભક્તિ સ્વીકારી
                         મા કૃપાથી લેજે જીવને ઉગારી
                                ………ઓ પાવાગઢની માડી.

+++++++++++++++++++++++++++++++

October 1st 2010

નવરાત્રીનો વેપારી

                     નવરાત્રીનો વેપારી

તાઃ૧/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવો બહેનો દોડો જલ્દી,આવી છે આ નવરાત્રી
માનાગરબા પ્રેમેગાવા,શેરીઓ અમેતો શણગારી
                            ………..આવો બહેનો દોડો જલ્દી.
ચુંદડી હું વેચુ ચાર રૂપીયામાં,
                   ને ઓઢણી તો છે આઠ રૂપીયે;
રાહ ના જોતાં આવતી કાલની,
                બહેનો સમય જાય જલ્દી જલ્દી;
             અરે બહેનો સમય રોકાય ના કોઇથી.
                            ……….આવો બહેનો દોડો જલ્દી.
સૌભાગ્યના કંકણ પણ લાવ્યો,
                   ને સાથે કંકુ પણ કપાળ માટે;
સિંદુરથી મા સહવાસે આવે,
                 ને સંતાન સંગે ઉજ્વળ જીવન;
              મા મહેંકે મધુર અમારુ આ જીવન
                           ……….આવો બહેનો દોડો જલ્દી.
ઝાંઝર લાવ્યો જે ધુંધરૂ લાગે,
              છે દસ રૂપીયાની આ જોડી આજે;
નવરાત્રીની રમઝટ માંણવા, 
              લાવ્યો દાંડીયા તાલ દેવાને કાજે;
          ગરબે ઘુમજો બહેનો રાસ રમજો સાથે
                             ……….આવો બહેનો દોડો જલ્દી.
દીવાની દીવેટ હું લાવ્યો સાથે,
                    જે પ્રકટે છે કલાકની ઉપર;
ગરબે ઘુમતી બહેનોને આજે,
                પ્રસાદ પણ અંતે હું જ દેવાનો;
          કૃપાએ માની રાજી બહેનોને કરવાનો
                            ………..આવો બહેનો દોડો જલ્દી.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ