December 24th 2010

સમયનું રોકાણ

                              સમયનું રોકાણ

તાઃ૨૪/૧૨/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગિરધારીની આ અજબ લીલા,જે સમય સમયે સમજાય
સમયનીસીડી દેવા કાજે,ગિરી ધારતા ગિરધારી કહેવાય
                          ………..ગિરધારીની આ અજબ લીલા.
બાળપણે આંખ બંધ કરી,ખોળામાં સ્વર્ગીય સુખ મેળવાય
માના હેતનીવર્ષા વરસે દેહે,જ્યાંસુધી બાળક તે સમજાય
બાળક દેહની અપેક્ષા એટલી,કે દેહની ઉંમરના વધી જાય
સમય રોકાઇજાયતો દેહને,માતાનો સાચો પ્રેમ મળતોજાય
                           ………..ગિરધારીની આ અજબ લીલા.
જુવાનીના જોશમાં રમતા સૌને,ખેલદીલીમાં મન પરોવાય
સાચી રીતથી રમતનેમાણતાં,શરીર પણ સચવાઇ જ જાય
સમય થોડો જો રોકાઇ જાય તો,રમવાની હિંમત વધી જાય
સંધ્યાકાલના વાદળને જોતાં,રમતવીરોના દીલ દુભાઇજાય
                            ………..ગિરધારીની આ અજબ લીલા.
બારણુ ખખડે ધડપણનું જ્યાં દેહે,ત્યાં હિંમતને ત્યજી દેવાય
ટેકો લેતા લાકડીનો દેહે,માણસને બહુ લાંબી જીંદગી દેખાય
ખાવાપિવાની વ્યાધીના દુઃખેતો,જીવનથીય એકંટાળી જાય
વીતે સમય જલ્દીજગતમાં,તેવી ઇચ્છા મનથીસદાય થાય
                           …………ગિરધારીની આ અજબ લીલા.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment