May 12th 2011

Friends


 

.

.

.

.

.

.

.               12/10/1985             New York

      John Wayne            Pradip           James Remar

.                         Friends

Date:12/5/2011                  Pradip Brahmbhatt

I never forget my time,If old or young
                I love my friends,where ever they are
They are living in my heart,
                Because they are artiest in their life.
                                   ………….I never forget my time.
James never away from my heart
               When ever I call him,he call me twice
Its real friendly love,it will never stop
               It’s a culture of life we feel all the time
                                     ………..I never forget my time.

Their nature is art they love to act
              They have natural gift of God in the life
I always love to write,Act and sing
              As my friend were staying with life time.
                                     ………..I never forget my time.
====================================

May 12th 2011

તકરાર

                               તકરાર

તાઃ૧૨/૫/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું સાચો કે તું સાચો,ના જગતમાં કોઇથીય સમજાય
સમજણની આ તકરારમાં,અંતે બંનેય હારી જ જાય
                             ………… હું સાચો કે તું સાચો.
મુંઝવણ જગમાં માનવીને છે,જ્યાં નાતેને સમજાય
મુરખ મનની આ રામાયણ,સદીઓથી ચાલતી જાય
કદીક કદીક મન મેળ પડે,ત્યાં કળીયુગ અડીજ જાય
શીતળતાની સીડી લેતાં,જીવને કાંઇક કાંઇક સમજાય
                            ………..  હું સાચો કે તું સાચો.
મારું મારું મળે દેહથી,જીવનમાં કોઇથીય ના છોડાય
તારું તારું સાંભળે કાને,ત્યાંજ ઇર્ષાનો આભ તુટીજાય
કળીયુગ સતયુગ એ ખેલ પ્રભુનો,સદીયોથી સંકડાય
મુક્તિ જીવને મળેકૃપાએ,ત્યાં તકરારની વ્યાધીજાય
                              ………..હું સાચો કે તું સાચો.
દેહમળતાં જીવને અવનીએ,જગનાબંધન મળીજાય
મારું તારુંની ઝંઝટ મળતાં,જીવને જન્મ સંધાઇ જાય
ફેરાલેવા અવનીએ લેણદેણમળે,જે ભક્તિએ સમજાય
સાચા સંતનુ શરણુજ મળતાં,જીવના બંધન છુટીજાય
                              ………..હું સાચો કે તું સાચો.

===============================

May 11th 2011

ગાડી અને લાડી

                     ગાડી અને લાડી

તાઃ૧૧/૫/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારત ભુમીને છોડતાં,જ્યાં લીધુ વિદેશમાં સ્થાન
મોહમાયાની કાતર વાગતાં,મારા ભારતને પ્રણામ
                         ………..ભારત ભુમીને છોડતાં.
ડગલુ ભરતાં ડંખ વાગીજાય,ત્યાં કેવી રીતે ચલાય
માથેપોટલી ને ખભે થેલો,એ અહીં આવીને પકડાય
થાક લાગે અહીં ચાલતાંજ,પહોળી આધરતી દેખાય
ગાડી વગરના ચાલે અહીં,નહીં તો નિરાધાર થવાય
                         ………..ભારત ભુમીને છોડતાં.
લાડીને અહીં પુછે પછી,જ્યાં લગી ગાડી ના લવાય
લાડીપહેલાં ચાલુગાડી મળીજાય,જે જીવન ઝુંટીજાય
સંસ્કાર સિંચન હોય દેહને,તો સંસારીજીવ બચી જાય
લાડી ગાડીની છે રામાયણ,જેઅહીં આવીને સમજાય
                        ………….ભારત ભુમીને છોડતાં.
લીપસ્ટીકવગર લાડીનાચાલે,ને ગેસવગર અહીં ગાડી
કુદરતની કરામત પારખીલેતાં,ભારતની ભુમી ન્યારી
ધર્મ કર્મને સમજીને  કરતાં,પ્રભુકૃપા જીવને મળનારી
તકલીફ લાડીગાડીની અહીંયાં છે,જે જીવન વેડફનારી
                          ………..ભારત ભુમીને છોડતાં.

=================================

May 11th 2011

હે પાર્વતી પુત્ર

                       હે પાર્વતી પુત્ર

તાઃ૧૧/૫/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

હે ગજાનંદ,હે ગણપતિ,હે ગૌરીનંદન,હે સિધ્ધિ વિનાયક
હે મુક્તિ દાતા,હે જગત નિયંતા,હે ઉમાસુત,હે વિઘ્નેશ્વર
વંદન કરતા અર્ચન કરીએ,ને ધુપદીપ અંતરથી ધરીએ
                                ………..હે ગજાનંદ,હે ગણપતિ.
નિત્ય સવારે વંદન કરતાં,પ્રેમથી ગણેશજી ભજી લઈએ
છે કૃપા અનોખી ગજાનંદની,સાર્થક મળેલ જીવન કરીએ
પિતાપરમેશ્વર ભોલાનાથ છે,ને માપાર્વતી દયાવાન છે
ભક્તિપ્રેમ સંગ દીપકરતાં,જગતજીવના એ પાપ હરતાં
                              ………….હે ગજાનંદ,હે ગણપતિ.
ધુપની એક સળી સળગતાં,મહેંકે મનને શાંન્તિ મળતાં
ભાગ્ય વિધાતા કર્મનિયંતા,જન્મ સફળ ભાવીએ લખતાં
ૐ ગં ગણપતયે નમઃ જપતાં,મુક્તિદ્વારને ખોલીએદેતા
સવારસાંજની ભક્તિ ન્યારી,જીવનેલાગે જગે એ પ્યારી
                                  ………..હે ગજાનંદ,હે ગણપતિ.
======================================
ૐ ગં ગણપતયે નમઃ ૐ ગં ગણપતયે નમઃ ૐ ગં ગણપતયે નમઃ
___________________________________________

May 10th 2011

લગ્નદીન

.

.

.

.

.

.

.

.

.

.                      લગ્નદીન

તાઃ૧૦/૫/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીકરી અમારી લાડલી,અવનીએ દિપલ છે એનું નામ
વરસે આશીર્વાદની વર્ષા પ્રેમે,ને લગ્નજીવન મહેંકાય 
                           ………….દીકરી અમારી લાડલી.
બાળપણમાં  વ્હાલ મેળવતા,દીપુ લાડકોડથીજ હરખાય
સંસ્કારની કેડીપકડતાં જીવનમાં,પ્રભુ કૃપાય થઈ જાય
ભણતર જીવનમાં મેળવતા,ઉજ્વળ રાહ પણ મેળવાય
ચરણ સ્પર્શ કરતાં  વડીલના,આ જન્મ સફળ થઈ જાય 
                           …………..દીકરી અમારી લાડલી.
જીવનની આકેડી ચાલતાં,ઉંમરે લગ્ન જીવન મેળવાય
શ્રી નિશીતકુમારનો સાથ મળતાં,પતિપ્રેમ મળી જાય
લગ્નદીનની મધુર યાદને,સૌ સંબંધીઓથીય સહેવાય
૧૦મી મે એ યાદ લગ્ન દીનની,ના અમારાથી ભુલાય
                           …………..દીકરી અમારી લાડલી.

====================================

          અમારી લાડલી દીકરી અને રવિની લાડલી બહેન દીપલને
આજે લગ્નદીનની શુભેચ્છા સહિત સંત પુજ્ય જલારામ બાપા અને
પુજ્ય સાંઇબાબાની કૃપા મળે તેવી પ્રાર્થના.
____________________________________________

May 9th 2011

આ શુ?

                           આ શુ?

તાઃ૯/૨/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માગ્યો મેં મોહ જગતમાં,જન્મ મળ્યો છે જ્યારે
પ્રેમની કેડીપર હું રહેતો,ન લબડી પડતો ક્યારેય
                    ………..ના માગ્યો મેં મોહ જગતાં.
ફેંકતો માયાને અંતરથી,ને લેતો ભક્તિનો સંગાથ
મળતી ત્યારે મનનેશાંન્તિ,જે મોહમાયાથીઅજાણ
                    ……….ના માગ્યો મેં મોહ જગતાં.
તારું મારુ ને કેદ કરીને,ખુલ્લાદીલે સૌને હું મળતો
નિર્મળ વાણી પ્રેમની મળતાં,માબાપને ઘેરી લેતો
                    .,………ના માગ્યો મેં મોહ જગતાં.
સહવાસની શીતળતામાણી,મળતાં સંગી્નીનોસાથ
કુટુંબ કેરી કદર જોતાંતો,લાગે જન્મસફળ મનેઆજ
                   …………ના માગ્યો મેં મોહ જગતાં.
દ્રષ્ટિ પડતાં જલાસાંઇની,પાવન શ્રધ્ધા મારી થાય
ધુપદીપ ને અર્ચનથી,આ સંતોનો રાજીપો મેળવાય
                    …………ના માગ્યો મેં મોહ જગતાં.
મળે રાહ જીવને ઉંધી,ત્યાં આ શું એમ બોલાઇ જાય
નાઅપેક્ષા રાખેલ હોય જીવે,ત્યાં વ્યાધી વોરાઇજાય
                  ………….ના માગ્યો મેં મોહ જગતાં.
પત્થર એટલા દેવ માનતાં,ના પ્રેમથી પુંજન થાય
પરમાત્માની દ્રષ્ટિ પડતાં,જીવથી પાવનકર્મ લેવાય
                    …………ના માગ્યો મેં મોહ જગતાં.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

May 8th 2011

હ્રદયની લાગણી

                    હ્રદયની લાગણી

તાઃ૮/૫/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા તારા પ્રેમને જગતમાં,ના પારખી શક્યુ છે કોઇ
હ્રદયની લાગણી મળતાસંતાને,આંસુ લીધા છે જોઇ
                   ………….મા તારા પ્રેમને જગતમાં.
ઘોડીયાની છાયામાં દેહને,ઉજ્વળ લાગણી દેવાય
અવાજની એક ટકોર મળતાતો,મા દોડી ત્યાં જાય
દુઘની એક બુંદ દેતાજ માતાને,હરખ અનેરો થાય
દેહ મળેલા જીવને જગતે,અદભુત પ્રેમ મળી જાય
                   …………મા તારા પ્રેમને જગતમાં.
ઉજાગરાને મુકી બાજુએ,માની આંખો ઘેરાતી હોય
સંતાનના દેહને સાચવવા,રાતદીન એભુલી જાય
હસતા રમતા જોઇ બાળકને,માતાને આનંદ થાય
પતિના પ્રેમની એક ઝલક,સંતાનથી દેખાઇ જાય
                   ………….મા તારા પ્રેમને જગતમાં.

==============================

May 7th 2011

નાનો ભાઇ

                     નાનો ભાઇ

તાઃ૭/૫/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

આદર માન સન્માનને સ્નેહ,દેવા રાહ જોઇએછે ભઈ
પધારો હ્યુસ્ટન પ્રેમથી તમે,મળશે સાહિત્યસંગી અહીં

વિવેકભાઇનું નામ સાંભળી,ભાઇ પ્રદીપ ખુબ હરખાય
વિજયભાઇ તો ભેટી લે,ને સુમનભાઇ પણ રાજી થાય

સુરેશબક્ષી તો મળવા દોડ્યા,લઈ ચીમનભાઇનો સાથ
ફતેહઅલીભાઇ તો સ્નેહવર્ષાવે,ને દેવીકાબેન ખુશથાય

પ્રશાંન્તભાઇ તો પ્રેમને લાવ્યા,નેશબ્દો સાથે શૈલાબેન
રસેશભાઇ
નો આવકાર માણતાં તો,મહેમાન ચમકે એમ

નવીનભાઇનો નાતો શબ્દથી,ને મનોજભાઇ દઇદે સ્વર
રસીકભાઇની કલમ નિરાળી,આંખો ભીની થાય પળપળ

દીપકભાઇનો સાથ મળતાંતો,સાહિત્ય રસીકો મળીગયા
વિવેકભાઇ નો સહવાસમળતાં,લેખક બંધુઓ ખુશી થયા

આશીર્વાદદેતા ધીરુકાકા પણ,અંતરથી પ્રેમ દઈદે આજ
કમલેશભાઇ નાસાથી પધારી,દઇદે આપ્રસંગને ચારચાંદ

વિશ્વદીપભાઇની પ્રેમની સાંકળથીતો,નાકોઇથીય છટકાય
અને જ્યાં આવે સાથે રેખાબેન,ત્યાં ના પ્રેમઅશ્રુને રોકાય

કીરીટ ભાઇની કેડી કલમની,ને હેમંતભાઇનો અમને સાથ
પ્રવીણાબેનની પ્રીત શબ્દથી,જે આપી જાયછે સૌને હાશ

કલમનીકેડી સમજી પકડતાં,જગતે ગુજરાતીઓ વખણાય
વિશાલભાઇની પાટીપેનથી,વિશ્વમાં ગુજરાતી લખીઇજાય

***************************************************

શ્રી વિવેકભાઇ,
               ગુજરાતી સાહિત્ય સરીતાના સભ્ય તરીકે હું આપનું સ્વાગત કરુ છુ.
આપ સરસ્વતી સંતાન છો.આપ મારા કરતાં જ્ઞાનમાં વધારે હોઇ હું આપને મોટાભાઇ
તરીકે હ્યુસ્ટનમાં આવકારુ છું.નાનાભાઇની આએક યાદગીરી છે જે સૌના પ્રેમ પ્રતીક
રૂપે આપને અર્પણ કરુ છુ.જે સ્વીકારી મને પ્રેમ સહિત આશીર્વાદ આપશોજી.

                                                       લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ ના જય જલારામ.

May 6th 2011

છુમંતર

                            છુમંતર

તાઃ૬/૫/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભેદભરમમાં ભરમાવીને,માનવી મન લટકાવે
અંતરમંતર છુછમંતર સંભળાવીને,એ ભટકાવે
એવી કળીયુગની આલીલા,અહીંતહીં એ ફસાવે
                     …………ભેદભરમમાં ભરમાવીને.
હું અમર મારી કાયાય અમર,સૌને એ સમજાવે
એક લાકડી તો હાથમાંરાખે,ને બીજીએ બૈડે મારે
સંભળાવે તમને એ જાણે,બીજી દુનીયા એ પાડે
ભુતપલીતની માયાબતાવી,તમનેએ ગાંડા રાખે
                      ……….ભેદભરમમાં ભરમાવીને.
પૈસાની પોટલી બતાવી,ભીખ તમથીજ એ માગે
અગડં બગડં એબોલી જાય,જે તેનેય ના સમજાય
વશીકરણની પોટલી બતાવી,માનવીમન ભરમાય
મરચુ ફુંકી આંખ દઝાડી,ને છુમંતર એજ થઈ જાય
                       …………ભેદભરમમાં ભરમાવીને.

================================

May 5th 2011

શ્રી જલાસાંઇરામ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                    શ્રી જલાસાંઇરામ

તાઃ૫/૫/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય જલારામ,જય જય સાંઇરામ
આરતી કરતા બોલો,જય જલારામ જય સાંઇરામ 
                                   ………..જય જય જલારામ.
ધુપદીપ કરી જ્યોત જલાવી,પ્રેમથી વંદન શીશ ઝુકાવી
ભક્તિભાવને મનથી ધરીને,ઉજ્વળ જીવન જીવી લઈએ
કૃપા કરજો પુંજાને સ્વીકારી,મુક્તિ દેજો આજીવને ઉગારી
આરતીઅર્ચન ભક્તિભાવને,સંત જલાસાંઇ લેજો સ્વીકારી
                                   ………… જય જય જલારામ.
વિરપુરવાસી દેજો શક્તિ,ભક્તિથી લેજો આજીવને ઉગારી
જીવનીગતી ના કોઇથી અજાણી,દેહ મળતાં જગમાં જાણી 
શ્રધ્ધાભાવથી જીવોને જમાડી,પરમાત્માની ઓળખ કરાવી
વિરબાઇમાતા છે પુણ્યશાળી,જીંદગી જલાની સ્વર્ગ બનાવી
                                       ……….જય જય જલારામ.
શેરડી ગામમાં શ્રધ્ધા વધારી,સુખદુઃખમાં સૌ હાથ મિલાવી
અલ્લા ઇશ્વરની ઓળખ કરાવી,ભક્તિ માર્ગની કેડી બતાવી
મોહમાયાથી મુક્તિમાર્ગ બતાવી,જગના આ બંધન ભગાવી
ભોલેનાથની પ્રીતછે સાચી,અવનીપર આવી ભક્તિ વધારી
                                    …………..જય જય જલારામ.

**************************************

« Previous PageNext Page »