July 10th 2011

સુખદુઃખની સીમા

                        સુખદુઃખની સીમા

તાઃ૧૦/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરની એકજ સાંકળ,સુખદુઃખ જેને કહેવાય
જન્મ મળતા જીવને જગતમાં,સૌને એ મળી જાય
                          ………..અવનીપરની એકજ સાંકળ.
રાજારંક કે પ્રાણીપશુ,દેહ મળતાં દેહને સ્પર્શી જાય
સાધુ,સંત કે હોય પુંજારી,ના કોઇનેયએ છોડી જાય
અવનીપરના આગમનમાં,સૌ એજ સાંકળે જકડાય
મુક્તિમાર્ગ એ કૃપાપ્રભુની,જે સાચીભક્તિએ લેવાય
                         ………… અવનીપરની એકજ સાંકળ.
જન્મમરણના બંધનછુટે,માયામોહના જ્યાં સંબંધ તુટે
મળેમાર્ગ જ્યાં ભક્તિનો,જીવન ઉજ્વળ થાય જીવોનો
આવી આંગણે દ્વાર ખોલે,ધુપદીપના અર્ચન જે કરતાં
જ્લાસાંઇની જ્યોતનિરાળી,ધન્ય જીવનનેએ કરનારી
                            …………અવનીપરની એકજ સાંકળ.

+++++++++++++++++++++++++++++++++==

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment