September 13th 2011

ગઈકાલ

.                 ..ગઈકાલ..

તાઃ૧૩/૯/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલની અજબલીલા સમજતાં,ઉજ્વળ થાયછે આજ
ગઈકાલની વિદાયને ભુલતાં,આવીને  ઉમંગ આપી જાય
.                   …………આજકાલની અજબલીલા સમજતાં.
કામકાજની ભઈ કામણ લીલા,વર્તનથી જ ઉભરાઇ જાય
પરોપકારની પાવન કેડી લેતા,માનવી પણ હરખાઇ જાય
ડગલુ ભરતાં એક વિચારીએ,ત્યાંજ બીજુ સમજાઇ જ જાય
સંભાળીલેતાં વર્તન આજનું,ભઈ આવતીકાલ સુધરીજાય
.                    …………આજકાલની અજબલીલા સમજતાં.
વાણી નીકળે જીભથી જ્યાંરે,ત્યારે વિચાર પણ મળી જાય
ના આફત આવે દોડી ઘેર,ને માનવતાય સચવાઇજ જાય
મળે પ્રેમ સંબંધીઓને જગતમાં,ને જીવન સરળ થઈ જાય
કુદરતની આ લીલા ન્યારી,સાર્થક જીવનને એ છે કરનારી
.                     ………….આજકાલની અજબલીલા સમજતાં.
વિચાર વર્તનનો સંગાથ પણ મળે,જ્યાં શુધ્ધ ભાવના હોય
દુઃખનીદુનીયા દુરભાગે,ને જીવનમાં નિર્મળસુખ મળી જાય
મારું તારું બંધન છે અવનીનું,સાચી ભક્તિએ ભાગીજ જાય
સાચા સંતની સેવાનિરાળી,પાવનકર્મ ડગલેપગલે થઈજાય
.                     ………….આજકાલની અજબલીલા સમજતાં.

========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment