September 19th 2011

ચિંતા મુક્ત

.                     ચિંતા મુક્ત

તાઃ૧૯/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન જીવતા જ્યાં માન મળે,ત્યાં જીવને શાંન્તિ થઈ જાય
અદભુત કૃપા પ્રભુની મળતા,આ જીવ ચિંતા મુક્ત થઈ જાય
.                        ………….. જીવન જીવતા જ્યાં માન મળે.
મોહ માયાને સ્વાર્થ છુટતાં,મનને  શાંન્તિ માર્ગ મળી જાય
કેડી પકડી પ્રેમનીચાલતાં,જલાસાંઇનીકૃપા દ્રષ્ટિ થઈ જાય
ભક્તિ ભાવની જ્યોત ઝળકતાં,આ જન્મ પાવન થઈ જાય
મળીજાયપ્રેમની દ્રષ્ટિપ્રભુની,ત્યાં દેહનુ પગલુ પાવન થાય
.                       …………… જીવન જીવતા જ્યાં માન મળે.
અંધકાર મળે જીવને જગતમાં,આદેહનુ જીવન વેડફાઇ જાય
ઉજ્વળતાનું એક કીરણ પડે તો,જીવન સદ માર્ગે ચાલી જાય
આફતની પકડેલી કેડીને  છુટતાં,જીવ મોક્ષ માર્ગે દોરાઇ જાય
ખુલે સ્વર્ગના દ્વાર મૃત્યુએ,ને જીવને અનંત શાંન્તિ મળી જાય
.                            ………….જીવન જીવતા જ્યાં માન મળે.

===================================