April 5th 2017
. .આનંદની કેડી
તાઃ૫/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરમાં આનંદ મળે અનેરો,ને જીવનમાં શાંંતિ મળી જાય
કુદરતની આકેડી નિરાળી,મળેલ જન્મનીજ્યોત પ્રગટી જાય
......એ છે નિર્મળ કેડી જીવનની,મળેલ દેહના સંબંધથી સમજાય.
માનવદેહ મળે જીવને અવનીએ,એ પરમાત્માની કૃપા કહેવાય
કર્મની નિર્મળ કેડીએ જીવતા,જીવનમાં ભક્તિ રાહને મેળવાય
જન્મમરણ છે દેહના બંધન,જે કરેલકર્મના સંબંધે સ્પર્શી જાય
કળીયુગ સતયુગએ કુદરતની લીલા,નાકોઇથી જગતમાં છોડાય
......એ છે નિર્મળ કેડી જીવનની,મળેલ દેહના સંબંધથી સમજાય.
મારૂતારૂનો સંબંધ છે દેહનો,જગતમાં જન્મ મળે મળી જાય
સરળ જીવનની રાહ મળે દેહને,જ્યાં ભક્તિજ્યોત પ્રગટી જાય
શ્રધ્ધા પ્રેમને વિશ્વાસ ના સંગે,સંત જલાસાંઇની રાહ મેળવાય
અવનીપરના આગમનને સમજતાં,જીવને મુક્તિરાહ મળી જાય
......એ છે નિર્મળ કેડી જીવનની,મળેલ દેહના સંબંધથી સમજાય.
=================================================
April 5th 2017
……
…..
. .. આરાશુરી મા
તાઃ૫/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય અંબેમા જગદંબે માડી,જય કાળકામા જય કાલીમા
તારા ગરબા માડી નવરાત્રીએ ગાતા,જીવને આનંદ થાય
.......તાલી પાડી માને વંદન કરતા,માડીની કૃપા વર્ષી જાય.
ઝાંઝર ઝમકે ને મંજીરા ખખડે.ત્યાં ડગલા પ્રેમથી ભરાય
નિર્મળ પ્રેમની ગંગા વહેતા,હૈયે અનંત આનંદ થઈ જાય
માડી તારા દર્શન કરવા,ભક્તિ ભાવથી પુંજન અર્ચન થાય
આવજો માડી આંગણે અમારે,પ્રદીપ રમાથીય વંદન થાય
.......તાલી પાડી માને વંદન કરતા,માડીની કૃપા વર્ષી જાય.
દુર્ગા માડીની કૃપા મળે,સંગે ખોડીયાર માતાય આવી જાય
ચામુંડા માતાના ઝાંઝર ઝમકે,ને મેલડી માનો પ્રેમ મેળવાય
નિર્મળ જીવનની જ્યોત પ્રગટતા,માડી તારી કૃપા મળી જાય
અનંતકૃપા માતાની લેવા,તારા મંદીરે દર્શન કરવા આવીજાય
.......તાલી પાડી માને વંદન કરતા,માડીની કૃપા વર્ષી જાય.
===============================================