April 13th 2017
.....
.....
. .બાબાનો પ્રેમ
તાઃ૧૩/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અખંડ પ્રેમ મળે બાબાનો અમને,જે પવિત્રકર્મ કરાવી જાય
શેરડીથી બાબા હ્યુસ્ટન આવ્યા,એ જ અનુભવથી સમજાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
મળેલ દેહને પવિત્રરાહ મળે,જ્યાં માનવતાની મહેંક સચવાય
પ્રેમપારખી વર્તન બદલતા,આ મનુષ્ય જન્મ સફળ થઈ જાય
નિરાધારનો આધાર બને છે બાબા,જ્યાં ૐ સાંઇને ભજાય
અવનીપરના આગમનને પારખતા,જીવને શાંન્તિ મળી જાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
મળ્યો સહવાસ બાબાનો જીવને,ત્યાં અભિમાનની વિદાય થાય
અહંકારને આંબી લેતા જીવનમાં,બાબાનો પ્રેમસૌને મળી જાય
માગણી મોહને છોડી દેતા,કુદરતની અસીમ કૃપાય મળી જાય
ભક્તિરાહની જ્યોત મળે જીવને,જ્યાં બાબાની કૃપા થઈ જાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
==================================================
No comments yet.