April 21st 2017
. .મા સરસ્વતી
તાઃ૨૧/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અસીમકૃપા મા સરસ્વતીની થતા,કલમની કેડી પવિત્ર થઈ જાય
ના કોઇ અપેક્ષા અડે કલમને,કે નાકોઇ મોહ પણ સ્પર્શી જાય
......એજ માડી મારી છે,જેને જગતમાં કલમપ્રેમીઓના વંદન થાય.
ઉજ્વળ જીવનમાં માડીની કૃપા વરસે,જે પાવનકર્મ કરાવી જાય
માનવ જીવનમાં પવિત્રકેડીએ ચાલતા,ના કર્મબંધન સ્પર્શી જાય
જગતમાં કલમની પકડ સમજાય,જ્યાં અનેક વાંચકો મળી જાય
મળેલ મા સરસ્વતીની કૃપા જીવને,જે પકડેલ કલમથીજ દેખાય
......એજ માડી મારી છે,જેને જગતમાં કલમપ્રેમીઓના વંદન થાય.
કર્મના બંધન જ સ્પર્શે જીવને,જે દેહ મળતા જ જીવને દેખાય
અવનીપર તો અનેક રાહ છે,જગતમાં ના કોઇ જીવથી છોડાય
આવતીકાલને સમજી ચાલતાજ,ભુતકાળથી જગતમાં દુર રહેવાય
કૃપાનીકેડી નિર્મળ પકડતા,કલમ થકી માતાને વંદન કરી શકાય
......એજ માડી મારી છે,જેને જગતમાં કલમપ્રેમીઓના વંદન થાય.
==================================================