સિધ્ધી વિનાયક
. .સિધ્ધી વિનાયક તાઃ૨૫/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમ શક્તિશાળી છે એસંતાન,પિતા ભોલેનાથની કૃપા મેળવી જાય માતા પાર્વતીના લાડીલા કહેવાય,એ સિધ્ધી વિનાયકથીય ઓળખાય ......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય. ભક્તિમાર્ગને પારખી ચાલતા જીવનમાં,પ્રથમ ગણપતિની પુંજા થાય મળે કૃપા શ્રી શંકર ભગવાનની,જીવનમાં અજબશક્તિ મેળવી જાય પવિત્રગંગાને વહેવડાવે શિખરથી,જે જગતમાં પવિત્ર નદીજ કહેવાય શક્તિશાળી નાગદેવને સાથે રાખે,ત્યાં ના કોઇ તકલીફ આવી જાય ......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય. શ્રધ્ધાનોસંગ મનથીરાખતા જીવનમાં,પાવનરાહનો જીવનમાં મળી જાય ૐ ગં ગણપતયે નમઃ નુ સ્મરણ કરતાજ,જીવને સત્માર્ગેએ દોરી જાય પાવનકેડીની રાહમળે સિધ્ધી વિનાયકની કૃપાએ,ઉજ્વળ કેડી મેળવાય અજબકૃપાળુ એદેવ છે,જે માતાપાર્વતી ને ભોલેનાથના સંતાન કહેવાય ......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય. =========================================================