April 27th 2017
. પ્રેમાળ નજર
તાઃ૨૭/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની ઝાંખપ દુર થઈ,જ્યાં સીતાપતિ શ્રીરામની નજર પડી ગઈ
માનવજીવને પવિત્રરાહ મળીગઈ,અને એ જ પાવનકર્મ કરાવી રહી
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
લઘર વઘર એ છે કળીયુગની કેડી,ના કોઇ જ માનવીથી છટકાય
અવનીપર આગમન થતા જીવનુ,સમયની સાંકળથી જીવન જકડાય
ના દેખાવ સ્પર્શે કે ના અપેક્ષાય,જે પ્રભુ શ્રી રામની કૃપા કહેવાય
મળે અનંત શાંંતિ જીવનમાં માનવીને,સંગે શ્રધ્ધા ભક્તિ પણ થાય
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
પડે નજર જ્યાં માનવીની દેહ પર,જે ઘણીવાર ઇર્શા દ્વેશ કહેવાય
સુખ શાંન્તિથી જીવતા માનવીને,નજર પડતા દુઃખનીવર્ષા થઈ જાય
મળે માયાની સાંકળ જીવને,ત્યાં કળીયુગની અસરનો અનુભવ થાય
આવી શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પુજ્ય શ્રીરામની નજર પડી જાય
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
=====================================================
April 27th 2017
...
....
. ઉંમરની જકડ
તાઃ૨૭/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજકાલથી ના છટકે કોઇ જગતમાં,જ્યાં ઉંમરના પગલે ચલાય
મળેલ દેહને પારખી જીવતા,અનંતપ્રેમની વર્ષા જલાસાંઇની થાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
મળેલ દેહને સમજી શકે જીવ,જ્યાં માનવદેહથી આગમન થાય
પરમાત્માની આજ કૃપા કહેવાય,જે દેહ મળતા સમજીને જીવાય
અનેક દેહનો સંબંધ અવનીએ,પશુ પક્ષીને માનવથી ઓળખાય
ઉંમર એજ સ્પર્શે છે દરેક દેહને,જે દેહને મૃત્યુ મળતા જ દેખાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
બાળપણ પછી જુવાની આવે દેહને,અને અંતે છે આવે ઘૈડપણ
નાકોઇથી છટકાય જગતમાં,કેનાકોઇથી જીવનમાં પાછુય જવાય
પાવનરાહ જીવનમાં લેવા માનવીથી,નિર્મળભક્તિનો સંગ લેવાય
અંત આવે જ્યાં જીવનનો અવનીથી,ત્યાં મુક્તિ રાહ મળી જાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
====================================================