November 16th 2022

કૃપામળી જીવનમાં

 Sunday Astro Tips Upay Remedies For Good Luck And Success | Sunday Upay: રવિવારના દિવસે કરી લો આ અચૂક ઉપાય, અવશ્ય મળશે દરેક કાર્યમાં સફળતા
.              કૃપાં મળી જીવનમાં 

તાઃ૧૬/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
જગતમાં સમયે જીવને માનવદેહ મળે,એ ભગવાનની અવનીપર પાવનકૃપા કહેવાય
જીવને જગતમાં જન્મમરણનોસંબંધ અવનીપર,ગતજન્મનાદેહના થયેલકર્મથી મેળવાય 
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવને મળેલ માનવદેહથી થયેલકર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપા પરમાત્માની મળે દેહને સમયે,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરાય
સમયની સાથે ચાલતા જીવનમાં,ઘરમાં સવારસાજની સાથે ચાલતા પ્રભુનીપુંજાથાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરાય,જે જીવનાદેહને પવિત્રસંબંધ આપીજાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
ભારતદેશથી ભગવાનની કૃપામળે,જે મળેલદેહને જગતમાં પવિત્રરાહે જીવનમળીજાય
જીવને જગતમાં કૃપાએ માનવદેહ મળે,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય
આવી આંગણે પરમાત્માની પવિત્રકૃપાય મળે જીવનમાં,જયાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ના મોહમાયાની કોઇ ચાદરઅડે દેહને જીવનમાં,એજ પવિત્રભક્તિની કૃપાજ કહેવાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
#########################################################################