September 1st 2023
. પવિત્રસંગાથ સમયનો
તાઃ૧/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા પરમાત્માની અવનીપર કહેવાય,જે મળેલદેહને સમયે સમજાય
જીવને કર્મનો સંબંધ ગતજન્મથી મળતોજાય,એ જીવને જન્મમરણઆપીજાય
...આ પવિત્રલીલા ભગવાનની થાય,જે પ્રભુકૃપાએ મળેલદેહને સમયસાથે લઇ જાય.
જગતમાં સમયેજીવને માનવદેહથી જન્મમળે,એ પરમાત્માની પવિત્રકૃપા થાય
અવનીપર પવિત્રલીલા ભગવાનનીકહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
મળેલમાનવદેહને પવિત્રજીવન જીવવા,ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણાથઈ જાય
...આ પવિત્રલીલા ભગવાનની થાય,જે પ્રભુકૃપાએ મળેલદેહને સમયસાથે લઇ જાય.
ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય,જેમની શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
ભારતદેશમાં હિંદુધર્મના પવિત્રમંદીરો થઈજાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તોપુંજાકરીજાય
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,માનવદેહને પ્રભુકૃપાએ સમયસાથેલઈજાય
જીવને ગતજન્મના કર્મથીદેહ મળૅ,પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય
...આ પવિત્રલીલા ભગવાનની થાય,જે પ્રભુકૃપાએ મળેલદેહને સમયસાથે લઇ જાય.
#####################################################################