September 19th 2023

પવિત્ર સમયનો સંગાથ


.          પવિત્ર સમયનો સંગાથ

તાઃ૧૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
જગતપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે હિંદુધર્મમાં પવિત્ર તહેવાર મળી જાય
જીવનેજન્મથી મળેલમાનવદેહને પવિત્રપ્રસંગ મળે,જે દેહને જીવનમાં સુખઆપીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
હિંદુધર્મમાં માનવદેહથી જીવનમાં પરમાત્માની પુંજા કરાય,જે પવિત્રકર્મ કરાવી જાય
મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો પ્રગટાવી પ્રભુની આરતી કરાય 
મળે પરમાત્માની પાવનકૃપા જીવનમાં,ના કોઇ આશા કે અપેક્ષાની માગણી રખાય 
ભગવાનની કૃપાએ પવિત્રરાહે જીવન જીવતા,મળેલદેહથી સમયનીસાથે જીવનજીવાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મ લઈ જાય
હિંદુધર્મના પવિત્રમંદીરો દુનીયામાં બંધાય,જ્યાં ભક્તો શ્રધ્ધાથી વંદનકરી પુંજાકરીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જીવને અવનીપર ગતજન્મના થયેલ કર્મથી જન્મમળે,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
========================================================================