January 7th 2024
*****
*****
. કૃપામળે દુર્ગામાતાની
તાઃ૭/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને શ્રધ્ધાનો સંગાથ મળે,જે હિંદુધર્મની પ્રેરણા આપી જાય
પવિત્રકૃપા દુર્ગામાતાની મળૅ,જ્યાં ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મનીજ કૃપા મળે,જ્યાં પવિત્રદેવદેવીઓની કૃપા થાય
હિંદુધર્મની પ્રેરણા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ જાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતા છે જે માનવદેહને,પવિત્રરાહેજ ભક્તિ કરાવી જાય
લાગણી માગણીને દુર રાખીને જીવન જીવતા,માતાનીકૃપાનો અનુભવથાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને સમયનો સંગાથમળે,જે સમયે જીવને જન્મમરણઆપીજાય
જીવનામળેલદેહને કર્મનો સંબંધ સમયે,નાકોઇ દેહના જીવથી કદીદુરરહેવાય
પવિત્રરાહની પ્રેરણામળે શ્રધ્ધાથી દુર્ગામાતાની,ઘરમાં પુંજાકરીને વંદન કરાય
અદભુતશક્તિશાળી પવિત્રમાતા છે,જે જીવના મળેલદેહને મુક્તિઅપાવીજાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
###################################################################
No comments yet.