January 1st 2010

ભક્તિનુ સુખ

                      ભક્તિનુ સુખ

તાઃ૩૧/૧૨/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન,પ્રભુ કૃપાએ જીવને અર્પણ
સંસ્કારના મળતા સિંચન,મટીજાય ભવભવના બંધન
                          ………..ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન.
માનવદેહ પર દ્રષ્ટિ પ્રભુની,ભક્તિ સાચી એ દેખાય
પળને પારખીલેતા મન,મળીજાય ભક્તિનુ સગપણ
મતીમળે માબાપનાપ્રેમે,પવિત્ર જીવન એ જીવ દેખે
મનથી કરતાં પ્રભુનીભક્તિ,મળી જાય જીવને મુક્તિ
                          ……….ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન.
પુંજા એ તો પ્રેમ પ્રભુથી,નિશદીન પ્રભુથી એ થાય
સાચી કેડીમળે જીવનને,જ્યાં સંત જલાસાંઇ ભજાય
મુક્તિનાએ માર્ગનીરીત,મળેજ્યાં પ્રભુથી સાચીપ્રીત
પુંજનઅર્ચન કરતાંઘરમાં,મળીજાયપ્રેમપ્રભુનોપળમાં
                         ………..ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન.
પ્રેમજગતમાં પ્રભુથીકરવો,મળશે જીવનેઅખંડ લ્હાવો
સાચા પ્રેમનીરીત મનથી,ના દેખાવનીછે કોઇ પ્રકૃતિ
આવી આંગણે પ્રભુપધારે,જીવથીમળે જ્યાં સાચોપ્રેમ
વર્તન એતો દેહની દોરી,જીવનને ના મળે એ અધુરી
                         ………..ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન.

=================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment