January 1st 2010

સ્નેહનો સાગર

                            સ્નેહનો સાગર

તાઃ૩૧/૧૨/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારણાં ઘરનાં ખુલી જાય,જ્યાં મળતી પ્રેમની લહેરો
આંગણેઆવે વ્હાલાજીવો,ત્યાંબને જીવ જગમાં અનેરો
                           ………બારણાં ઘરનાં ખુલી જાય.
માનવ દેહને માયા માનવીની, સંબંધથી મળી જાય
સાચવી ચાલતા જગમાંરહેતા,સ્નેહમળે સૌનો અનેરો
પળપળ સાથ મળે જીવનમાં,પ્રેમની વર્ષા પણ થાય
ચારે કોરથી પ્રેમમળે,ત્યાં સાગર સ્નેહનો ઉભરાઇજાય
                          ……….બારણાં ઘરનાં ખુલી જાય.
જીવનો સંબંધ  દેહમાંદીસે,પ્રાણી પશુ કે માનવીરીતે
સંસ્કારનુ સિંચન માનવીમાં,ના બીજા કોઇ દેહે દીસે
પ્રેમજીવનમાં જીવનેકરતાં,લાગશેપ્રેમનાસાગરફરતા
દેહનીના અપેક્ષાજગમાં,સ્નેહ જીવનમાંપ્રેમથીમળતાં
                           ………બારણાં ઘરનાં ખુલી જાય.
સ્નેહમળે જ્યાં સાચો દીલથી,ખોલે ઉજ્વળતાના દ્વાર
દેહ ધરેલ જીવને મહેંક મળે,જ્યાં સ્નેહ જઆવી જાય
વર્તન પળપળનેપારખે,ત્યાં સ્નેહનોસાગર મળી જાય
સાર્થક જન્મ શ્રધ્ધાએથાય,જે પવિત્રપ્રેમ આપી જાય
                        …………બારણાં ઘરનાં ખુલી જાય.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment