January 3rd 2010

માગેલ પ્રેમ

                   માગેલ પ્રેમ

તાઃ૨/૧/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગેલ પ્રેમમળે જ્યાં જીવને,હૈયે અનંત આનંદ થાય
ઉમંગ ઉત્સાહના વાદળમળતાં,જીવન પણ મહેંકી જાય
                             ………માગેલ પ્રેમ મળે જ્યાં.
આગમન અવની પર જીવના,દેહ મળતા જ દેખાય
બંધનજીવનાજગે,પ્રાણી,પશુ,પક્ષી,માનવીથીવર્તાય
સૃષ્ટિનો સહવાસ મળે ત્યાં,જગે પ્રેમ આવતો દેખાય
મળીજાય એ લાયકાતે,જ્યાં જીવના વર્તને સહવાય 
                             ………માગેલ પ્રેમ મળે જ્યાં.
કર્મના બંધન તો દરેક જીવને,તેવું જીવન મળી જાય
મહેનતકરતા માર્ગમળે,જ્યાં સાચવી સમજીને જવાય
માનવતાની મહેંક જીવનમાં,જ્યાં પ્રભુની ભક્તિ થાય
સાચા સંતની સેવાકરતાં,ઉજ્વળ જીવનપણ થઇજાય
                             ……….માગેલ પ્રેમ મળે જ્યાં.

++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment