January 21st 2010

અજ્ઞાનતા

                            અજ્ઞાનતા

તાઃ૨૦/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જન્મ મળે જગત પર, કર્મનો એ સંકેત
અવની પર સતકર્મ લેતા,સુધરે જન્મ આ એક
                        ………જીવને જન્મ મળે જગત.
કરુણાનો સાગર અવનીપર,પ્રભુ કૃપાએ દેખાય
માણી લેવો કે ના નસીબે,તે વર્તનથી મેળવાય
માનવજન્મ એસંકેત જીવને,સાર્થકએકરીજવાય
મારુતારુની અજ્ઞાનતા છોડતાં,પવિત્ર જન્મથાય
                          ……..જીવને જન્મ મળે જગત.
લાગણી માયા મોહ કે દ્વેષ,એ અવનીપરના વેશ
ક્યારેકેમ ક્યાંથીઆવે,તે માનવની સમજના ભેદ
સાર્થક જન્મ મળે જગે,જ્યાં પ્રભુ કૃપા મળી જાય
નાઆવે કળીયુગ આંગણે,જ્યાં બંધ માનવીનુમુખ
                           ………જીવને જન્મ મળે જગત.
સાચી કેડી મળે જીવને,પ્રાર્થના પુંજાનો મળે સંગ
મહેંક જીવનનીય પ્રસરે,જ્યાં થાય સાચો સત્સંગ
ના માગણી કરવી પડે,કે ના જગમાં પ્રસારે હાથ
મળી જાય આજીવને મોક્ષ,જ્યાંજલાસાંઇ ભજાય
                          ………જીવને જન્મ મળે જગત.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment