January 22nd 2010

માનવતા

                          માનવતા

તાઃ૨૧/૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સારા કામમાં સાથ આપવો,ને બનું  હું કોઇનો ટેકો
બનવુ મારે માણસ જગ પર,જેનો હરખ છે અનેરો 
                  ……….સારા કામમાં સાથ આપવો.
જન્મ મરણ ના જીવને બંધન, સરળતાનો સહવાસ
મહેનત મનથી કરવી જગ પર,ના રહે કોઇ બાકાત
કર્મ બંધન મેળવવાજીવને,જન્મ અવનીએ અપાય
આવી ધરતી પરના બંધન,માનવતાએ મળી જાય
                     ……..સારા કામમાં સાથ આપવો.
મારુએ સહજતા આપણુ એપ્રેમ,માનવી જન્મે જેમ
આગમને અણસારમળે,જ્યાં માનવી બુધ્ધિની દેન
કરતાં કામ સ્નેહની સાથે,ત્યાં સફળતા આવી જાય
બની કોઇનો સહારો જીવનમાં,પ્રભુનીકૃપા મેળવાય
                   ………..સારા કામમાં સાથ આપવો.

____________________________________

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment