January 24th 2010

આંધીવ્યાધી

                           આંધીવ્યાધી

તાઃ૨૪/૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંધીને મેં બાંધી લીધી,ત્યાંજ વ્યાધી ભાગી ગઇ
પરમાત્માની અસીમ કૃપા એ,જીંદગી સુધરી ગઇ
                     ……….આંધીને મેં બાંધી લીધી.
બાળપણની લીલામાં વ્હાલ,માબાપના મળી ગયા
આંગળી પકડી મમ્મીની,ત્યાં ડગલાંમેં માણી લીધા
ના આંધી કે વ્યાધી આવે,જ્યાં વ્હાલની વર્ષા થઇ 
મળીગઇ શાંન્તિ બાળપણમાં,ના તકલીફ દેહનેથઇ 
                       ………આંધીને મેં બાંધી લીધી.
જુવાનીના જડબામાંજ ભઇ,જ્યાં ઉંમર આવી ગઇ
આંધી દુર ઉભી રહીનેય,વ્યાધીની રાહ જોતી રહી
મહેનત તન અને મનથી થતાં,બંન્ને દુર ઉભી રહી
સાર્થકદેહ ને જીવનસાર્થક,એકલીમહેનતે મળ્યુભઇ
                      ……… આંધીને મેં બાંધી લીધી. 
જીંદગીના સોપાનમાં,જડી જીવતરની  બુધ્ધી ભઇ
ભક્તિ પ્રેમની આશક્તિ,જગમાં દરેક જીવોની મહીં
સાચીભક્તિ કૃપાપ્રભુની,ને આવે જલાસાંઇનો સંગ
આંધીને આ સ્વપ્નલાગે,જ્યાં વ્યાધીજ દેખાયનહીં 
                       ………આંધીને મેં બાંધી લીધી.

#################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment