April 14th 2010

લાકડી દીઠી

                           લાકડી દીઠી

તાઃ૧૪/૪/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાકડી દીઠી જ્યાં ગુરુજીની,ત્યાં પાટી પેન પકડાય
મનથીપકડતાં સીડીભણતરની,જીવન ઉજ્વળથાય

લાકડી દીઠી હાથે પિતાને,ત્યાંજ લાઇન મળી જાય
આડી અવળી બુધ્ધિઅટકે,ત્યાં માનવતાય મહેંકાય

લાકડી દીઠી જ્યાં હાથે માને,ત્યાં મન ભડકી જાય
સંસ્કારના સિંચન સાચવતાં,ઉજ્વળતા મળી જાય

લાકડીદીઠી વડીલના હાથે,ત્યાં મુંઝવણ મને થાય
માર્ગ સાચો જાણી જ લેતાં,સમાજ આખો હરખાય

લાકડી દીઠી સંતાન હાથે,ત્યાં ના કશું જ સમજાય
ક્યાંથીઆવી આબુધ્ધિ,જેકદી માબાપથીના દેવાય

લાકડીદીઠી હાથમાંમારે,જ્યાં પગમારા લથડીજાય
આવે બુઢાપો દોડી સાથે,જે ઉંમર થતાં જ દેખાય

લાકડી દીઠી જલાસાંઇની,ત્યારથી ભક્તિ મળીગઇ
જીવને શાંન્તિ ત્યારથી મળી,જ્યાં કૃપાસંતની થઇ

==============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment