મોંકાણનો મેળો
મોંકાણનો મેળો
તાઃ૧૦/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અસ્ત વ્યસ્ત જીવનની ચાલ,જ્યાં મળી જાય મોંકાણ
એક સુધરતાં બીજુ બગડે,ને જીવને ચિંતાઓ ભટકાય
                       ………..અસ્ત વ્યસ્ત જીવનની ચાલ.
અદભુતચાલતી સંસારીગાડી,ખોટીરાહે જ્યાં અથડાય
આવે એક પછી એક વ્યાધી,જેને મોંકાણ જ કહેવાય
દરીયો તો દેખાવનો છે મોટો,ના કોઇથીય એ તરાય
સમજણ ને થોડી સાચવી લેતાં,તકલીફો ઓછી થાય
                      …………અસ્ત વ્યસ્ત જીવનની ચાલ.
મારું મારુંની માયાથતાં,જ્યાં દેહે મારીજ મળી જાય
આફતનો ના અંત આવે,વારંવાર એ વધતીજ જાય
ભક્તિની એક દોરી પકડતાં,મોંકાણ પણ ભાગી જાય
કૃપા સંતની પામી લેતાં,દેહથી મોંકાણનો મેળો જાય
                      …………અસ્ત વ્યસ્ત જીવનની ચાલ.
******************************************