July 14th 2011

સાંકળની પકડ

                         સાંકળની પકડ

તાઃ૧૪/૭/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ ચાલે પાછળ ચાલે,સમય આવતાં જકડી રાખે
મળેલજીવન માણવા લાગે,સમજણ સાચી જ્યારેઆવે
સુખદુઃખ એવી સાંકળ છે,જે જગમાં જીવન જકડી રાખે
                 ……….એ તો ભઈ આગળ ચાલે પાછળ ચાલે.
કદીક મોહ મળી જાય તો,જીવન જ્યાં ત્યાં લટકી હાલે
સંબંધીઓનો ત્યાં સાથ છુટે,વળગી સાથે મોંકાણ ચાલે
નિર્મળ જીવન દુરભાગે,ત્યાં માનવજીવન મિથ્યા લાગે
રાહનામળે મનનેત્યારે,જ્યારે દુઃખનીસાંકળ પકડી રાખે
                   ………એ તો ભઈ આગળ ચાલે પાછળ ચાલે.
નશ્વરદેહને વળગી ચાલે,જન્મ મળે જ્યાં જીવને જ્યારે
મુક્તિ લેવા તનથી જગમાં,ભક્તિ રાહને પકડી લઈએ
સાચા સંતને વંદન કરીએ,અંતરનો પ્રેમ પામી લઈને
સુખની સાંકળ વળગે જ્યાં દેહે,પ્રભુકૃપાએ સુખી રહીએ
                 ……….એ તો ભઈ આગળ ચાલે પાછળ ચાલે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment