નસીબદાર
.
.
.
.
.
.
.
.
.
. નસીબદાર
તાઃ૨૦/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મોંધી મુડી જીવની જગતમાં,જેને કર્મથી ઓળખાય
સાચી ભક્તિએ કર્મ છુટે,તેજીવ નસીબદાર કહેવાય
                       ……….મોંધી મુડી જીવની જગતમાં.
લેણદેણ એ છે માનવીની સમજ,ના કર્મથી છટકાય
માબાપ નીમીત છે દેહના,ઉપકાર કોઇથી નાભુલાય
વર્તનએ કર્મ છે જીવનું,જે ગત જન્મથીજ મેળવાય
મળેલપ્રેમ આશીશ છે દેહ પર,જે ભક્તિએ સમજાય
                     ………..મોંધી મુડી જીવની જગતમાં.
નસીબ મળેના કોઇનેશોધે,એતો લાયકાતે મેળવાય
મારી તારીની છુટતાં દોરી,કુદરતની કૃપાએ લેવાય
વિરબાઇ જલારામની ભક્તિ,જીવન સાર્થક કરી જાય
પારખીલે જે જીવનમાં,તેજ જીવ નસીબદાર કહેવાય
                      ………..મોંધી મુડી જીવની જગતમાં.
***********************************
