August 2nd 2011
. . શ્રાવણ માસ
તાઃ૨/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કારતક માગસર ચાલી ગયા,ને પોષ મહા પણ જાય
ફાગણ ચૈત્રનો નાખ્યાલરહ્યો,ત્યાં શ્રાવણ આવી જાય
. …………કારતક માગસર ચાલી ગયા.
પવિત્ર માસ આ હિન્દુધર્મનો,સૌથી એની રાહ જોવાય
સોમવારે શીવજીનેભજતાં,દેહનો જન્મસફળ પણથાય
પ્રભુ ભક્તિને પ્રેમથી કરતાં,જીવ પર કરુણા વર્ષી જાય
મનને શાંન્તિ તનને શાંન્તિ,ભજતાં શ્રાવણે મળી જાય
. ………..કારતક માગસર ચાલી ગયા.
ભાઇબહેનના પ્રેમને પામવા,રક્ષાબંધને રાખડીબંધાય
હૈયેઅનંત હેતઉભરે,જ્યાં નાગપાંચમે દુધ અર્ચનથાય
જન્માષ્ટમી ના પવિત્ર દીવસે,શ્રી કૃષ્ણ જન્મ ઉજવાય
આખરી તારીખે સૌ સાથેમળી,રમઝાન ઇદ માણી જાય
. ………….કારતક માગસર ચાલી ગયા.
++++++++++++++++++++++++++++++++
August 2nd 2011
. જાગતો રહેજે
તાઃ૨/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જાગતો રહેજે અવનીએ,તો થઇ જશે જીવનમાં હાશ
નહીં તો મળશે ડગલે પગલે,ના માગેલ જીવને ત્રાસ
. …………જાગતો રહેજે અવનીએ.
સમજી વિચારી જગેજીવતાં,લાગણીઓ મળશે આજ
મનની ના માગેલી ચિંતાઓ,ત્યાં ભાગી જશે તત્કાળ
ઉજ્વળ રાહ જીવનને મળશે,જે પ્રભુકૃપાએ મળીજાય
નાચિંતારહેશેતને કાલની,જ્યાં સુધરશે તારોભુતકાળ
. ………..જાગતો રહેજે અવનીએ.
શાણપણની સમજણ ન્યારી,ડગલુ વિચારીનેજ ભરાય
આવતી વ્યાધી સમજી લેતાં,ના કોઇથીય ભરમાવાય
કુદરતની કૃપા મળતાં જીવને,સોપાન સરળ પણ થાય
સુખ સાગરમાં હલેશુ મળતાં,આભવસાગર તરી જવાય
. …………જાગતો રહેજે અવનીએ.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
August 2nd 2011
. . કરુણા સાગર
તાઃ૨/૮/૨૦૧૧ . . પ્રદીપ બ્રહ્મભટ્ટ્
તિથી વિધીનો ના કોઇ સાર,મળી જાય ભક્તિનો સાથ
ઉજ્વળ કેડી જ્યાં જીવને મળે,ત્યાં મુક્તિદ્વાર ખુલી જાય
. ………તિથી વિધીનો ના કોઇ સાર.
મનથી કરતાં ભક્તિ પ્રભુની,રાહ જીવનમાં મળી જાય
આવતી વ્યાધી દુર જ ભાગે,ના એ દુઃખ દઈ શકે લગાર
જન્મમળતાં જીવનેદેહનો,દઈજાય એઅણસાર મુક્તિનો
ભક્તિભાવનો સંગમેળવતાં,વરસે જીવે કરુણાનો વરસાદ
. ……..તિથી વિધીનો ના કોઇ સાર.
નિર્મળભાવના મનમાંરાખી,સંત જલાસાંઇને પ્રેમે ભજાય
રાહ મળેછે જીવનમાં સાચી,જે દેહના વર્તનથી મેળવાય
કરુણા સાગરનો જ્યાં સંગમળે,ત્યાં પ્રેમથી પાવન થવાય
સદબુધ્ધીનો માર્ગ મળતાંદેહે,થતાં સૌકામ સફળ થઈજાય
. ………તિથી વિધીનો ના કોઇ સાર.
=========================================