September 20th 2011

સંઘર્ષ

.                       .  સંઘર્ષ

તાઃ૨૦/૯/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ જીવના બંધન જગમાં,કરેલ કર્મથી બંધાઇ જાય
મહેનત મનથી સાચી કરતાં,સંઘર્ષથીએ તરી જવાય
.                      …………..જન્મ જીવના બંધન જગમાં.
મળતાં પ્રેમ જગતમાં દેહને,જીવન  આ હરખાઇ જાય
જીવ તણી  નિર્બળતા ભાગે,ત્યાં કર્મ સબળ થઈ જાય
મળતાં એક ટકોર જીવને,પાવન રાહ પણ મળી જાય
સાચી સમજણ મેળવીલેતાં,ના આધીવ્યાધી અથડાય
.                       ……………જન્મ જીવના બંધન જગમાં.
આડી અવળી જીવનની કેડી,સમજણે સરળ થઈ જાય
માન સન્માનને દુર મુકતાં,જગે સૌ સંગાથી બની જાય
એકડગલાંની મહેંકમળતાં,બીજુ ડગલુ પાવન થઇજાય
સંઘર્ષનીકેડી દુરભાગતાં,જીવને સરળજીવન મળીજાય
.                         …………જન્મ જીવના બંધન જગમાં.
લાગણી દ્વેષ ને ઇર્ષા છે વાંકી,જ્યાં દેખાવ ભટકાઇ જાય
ઉજ્વળતાના સોપાને જીવનમાં,નમ્રતા જ વણાઇ જાય
મારું તારુંનો  છુટતાં મોહ,ત્યાં કૃપા કુદરતની મળી જાય
નિરાધારનો આધારપ્રભુનો,જે મળેલજન્મ મહેંકાવી જાય
.                        ……………જન્મ જીવના બંધન જગમાં.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment