September 5th 2013

મર્કટમન

.                     .મર્કટમન                            

તાઃ૫/૯/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવિનાશીની આ અદભુતલીલા,જીવ ક્યારે ક્યાં જઈને જકડાય
મનમાં આવતા વિચારે રગડાતા,મર્કટમને જીવ જગતે  ભટકાય
.                       ……………………અવિનાશીની આ અદભુતલીલા.
કળીયુગમાં મળતો સહવાસ સંબંધનો,નાકોઇ જીવથી કદીછટકાય
દેખાવની લાગે નાજુક આ દુનીયા,જીવને થાપટ પડતા સમજાય
એક જ નાની સફળતા મળતા,સમજે હવે મળશે જીવનમાં ઉજાસ
મર્કટમનની કળીયુગે આજ છે કેડી,જે જીવને ખોટા માર્ગે દોરી જાય
.                     …………………….અવિનાશીની આ અદભુતલીલા.
માગણીની અપેક્ષા જીવની જગતે,અવનીએ જ્યારે દેહને મેળવાય
સાચી ભક્તિ સમજીને કરતાં જીવનમાં,સદમાર્ગની કેડી મળી જાય
અપેક્ષાને નેવે મુકતા જીવનમાં,સંતજલાસાંઇની કૃપા મળતી જાય
દેહ છુટતા અવનીથી જીવને,નિર્મળભક્તિએ મુક્તિમાર્ગ મળી જાય
.                   ……………………..અવિનાશીની આ અદભુતલીલા.

=========================================

September 4th 2013

ઝંઝટ

.                          .ઝંઝટ

તાઃ૪/૯/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી ઝંઝટ એ ઝાપટ છે,જે પ્રકોપ કુદરતનો કહેવાય
સુખશાંન્તિનો સંગાથમળે,એ જીવપર પ્રભુકૃપા કહેવાય
.                     ………………..મળતી ઝંઝટ એ ઝાપટ છે.
યુગના બંધન એ જીવની કેડી,સાચી ભક્તિએ મેળવાય
કરેલ કર્મ જીવનો સંબંધ,જે  અવનીએ આગમન દેખાય
માગણી જલાસાંઇથી પ્રેમેકરતાં,ના જન્મ ફરી મેળવાય
મુક્તિકેરા માર્ગનેમેળવતા,જીવનો જન્મસફળ થઈજાય
.                     ……………….. મળતી ઝંઝટ એ ઝાપટ છે.
લાગણી મોહને મનથીછોડતા,જીવથી શાંન્તિને સહેવાય
અનંત આનંદ જીવનમાં મળતાજ,મોહમાયા ભાગી જાય
અજબલીલા અવીનાશીની જગતમાં,ના કોઇથીય બચાય
દેખાવનોજ્યાં સંગમળે જીવને,એજ અજબલીલા કહેવાય
.                   …………………..મળતી ઝંઝટ એ ઝાપટ છે.

===================================

 

September 3rd 2013

અવગણના

.                . અવગણના

તાઃ૩/૯/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની સાંકળ છુટતા,મળેલ આજીવન જકડાઇ જાય
અવગણનાનો આશરોલેતાં,જીવનમાં વ્યાધીઓવધીજાય
.                      …………………માનવતાની સાંકળ છુટતા.
ઉજ્વળતાની કેડી શોધવા,માનવી અહીં તહીં ભટકી જાય
સફળતાનોસંગાથ શોધવા કાજે,મહાનતા દર્શાવતો જાય
મળે લાકડી જ્યાં પરમાત્માની,ના કોઇથીય કદી છટકાય
અવગણનાને તરછોડી દેતા,જલાસાંઇની કૃપા થઈ જાય
.                    …………………..માનવતાની સાંકળ છુટતા.
મળે જીવને જ્યાં સંસાર અવનીએ,માનવતા મળી જાય
સમજી વિચારી ભરેલ ડગલે,ના કોઇ તકલીફ આવી જાય
અંતરમાંઆનંદ ઉભરે સદા,જ્યાં સરળભક્તિને સચવાય
મળીજાય સૌનોપ્રેમ જીવને,જીવનમાંસરળતા મળીજાય
.                    …………………..માનવતાની સાંકળ છુટતા.

++++++++++++++++++++++++++++++++++++++

September 2nd 2013

પવિત્ર શ્રાવણ

OM

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                         . પવિત્ર શ્રાવણ

તાઃ૨/૯/૨૦૧૩      સોમવાર           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર શ્રાવણ માસનો આજે, હિન્દુધર્મમાં છેલ્લો છે સોમવાર
પ્રેમથી સાચી ભક્તિ કરતા, જીવ પર ભોલેનાથની કૃપા થાય
.                             ………………….પવિત્ર શ્રાવણ માસનો આજે.
દુધ અર્ચના પ્રેમે કરતાં,નાગદેવતાની અસીમકૃપા થઇ જાય
ૐ નમઃ શિવાયના સતત સ્મરણથી,આ જીવન નિર્મળ થાય
માતા પાર્વતીની કૃપા મળતા,જીવને માનો  પ્રેમ મળી જાય
ગજાનંદની એકજ દ્રષ્ટિ પડતા,જીવ જન્મમરણથી છુટી જાય
.                          ……………………પવિત્ર શ્રાવણ માસનો આજે.
ધુપદીપને ભક્તિ પ્રેમથી કરતા,આ ઘરને પાવન કરી જાય
શિવજી જગતમાં ભોળા દેવ છે,સાચી ભક્તિએજ રાજી થાય
માયા મોહના બંધન તુટતાજ,જીવને મુક્તિ માર્ગ મળી જાય
પરમાત્માનો પ્રેમમળતા જીવના,અવનીનાબંધન છુટીજાય
.                        ……………………..પવિત્ર શ્રાવણ માસનો આજે.

+++++++++++++++++++++++++++++++++++

September 1st 2013

શનિદેવની કૃપા

.                 .  શનિદેવની કૃપા

તાઃ૧/૯/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યપુત્રની સાચી ભક્તિએ,આવતી વ્યાધીઓ ભાગી જાય
શનિદેવની એક જ દ્રષ્ટિએ,જીવની માનવતા મહેંકી  જાય
.                       ………………….સુર્યપુત્રની સાચી ભક્તિએ.
પ્રેમની પાવન કેડી મળતાજ,માનવ જીવન પાવન થાય
સરળતાનો સહવાસ મેળવતા,શનિદેવની કૃપા થઈ જાય
ભક્તિપ્રેમની જ્યોત પ્રગટતા,સાચીભક્તિ જીવેમળી જાય
મનથી કરેલ ભક્તિ શનિદેવની,આધી વ્યાધી આંબી જાય
.                     ……………………સુર્યપુત્રની સાચી ભક્તિએ.
શીતલ જીવનમાં કૃપા મેળવતા,ઉજ્વળ જીવન થઈ જાય
કળીયુગની ના કોઇ અસર મળે,કે ના કોઇ વ્યાધી મેળવાય
શનિદેવની અસીમકૃપાએ,પ્રદીપનો જન્મસફળ થઈ જાય
લાગણી મોહની કાતર છુટતા,જીવને સાચી રાહ મળી જાય
.                    …………………….સુર્યપુત્રની સાચી ભક્તિએ.

=====================================

 

« Previous Page