April 5th 2017

આરાશુરી મા

………..

.                    .. આરાશુરી મા

તાઃ૫/૪/૨૦૧૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય અંબેમા જગદંબે માડી,જય કાળકામા જય કાલીમા
તારા ગરબા માડી નવરાત્રીએ ગાતા,જીવને આનંદ થાય
.......તાલી પાડી માને વંદન કરતા,માડીની કૃપા વર્ષી જાય.
ઝાંઝર ઝમકે ને મંજીરા ખખડે.ત્યાં ડગલા પ્રેમથી ભરાય
નિર્મળ પ્રેમની ગંગા વહેતા,હૈયે અનંત આનંદ થઈ જાય
માડી તારા દર્શન કરવા,ભક્તિ ભાવથી પુંજન અર્ચન થાય
આવજો માડી આંગણે અમારે,પ્રદીપ રમાથીય વંદન થાય
.......તાલી પાડી માને વંદન કરતા,માડીની કૃપા વર્ષી જાય.
દુર્ગા માડીની કૃપા મળે,સંગે ખોડીયાર માતાય આવી જાય
ચામુંડા માતાના ઝાંઝર ઝમકે,ને મેલડી માનો પ્રેમ મેળવાય
નિર્મળ જીવનની જ્યોત પ્રગટતા,માડી તારી કૃપા મળી જાય
અનંતકૃપા માતાની લેવા,તારા મંદીરે દર્શન કરવા આવીજાય
.......તાલી પાડી માને વંદન કરતા,માડીની કૃપા વર્ષી જાય.
===============================================

	
April 4th 2017

માંડીને આંગણે




















.        .માંડીને આંગણે
તાઃ૪/૪/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તમારા આંગણે આવ્યો,વંદન કરવા નવરાત્રીની નવરાત
પધારો બગીમાં માકાળકા,માઅંબા,માચામુંડા કૃપા કરવાઆજ
.....અંતરની એ શ્રધ્ધા છે માતાજી મારી,આશીર્વાદની કેડી રાખજો સાથ.
નિર્મળભાવે ભક્તિકરૂ,ને માડીને પ્રેમે પળેપળ વંદન પણ થાય
ચૈત્રી માસની આપવિત્ર નવરાત્રી,માડી તારા દર્શન કરાવી જાય
ગરબાની રમઝટ તો ન્યારી,જે મંજીરા સંગે તાલથી મળી જાય
તાલી તાલીની દરેક તાલે,માડી તારા ઘુંઘરાનો રણકાર સંભળાય
.....અંતરની એ શ્રધ્ધા છે માતાજી મારી,આશીર્વાદની કેડી રાખજો સાથ.
પ્રેમભાવના ને શ્રધ્ધાના સંગે માડી,નિર્મળ ભક્તિ પ્રેમથી કરાય
મળે માકૃપા તમારી પ્રદીપ રમાને,મળેલ જન્મ સફળ કરી જાય
જ્યોતજીવનની પ્રગટે અવનીએ,શીતળતાનો સંગાથ મળી જાય
નાકોઇ અપેક્ષા રહે કે નાકોઇ મોહનીચાદર જીવન સ્પર્શી જાય
.....અંતરની એ શ્રધ્ધા છે માતાજી મારી,આશીર્વાદની કેડી રાખજો સાથ.
=======================================================
April 4th 2017

ગરબાની રમઝટ

.                    ..ગરબાની રમઝટ 

તાઃ૪/૪/૨૦૧૭                              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળ્યો માડીનો પ્રેમ જીવનમાં,અનંત કૃપાનો અનુભવ થઈ થાય
પ્રેમભાવની જ્યોત પ્રગટતાં,નવરાત્રીએ માડીના દર્શન પણ થાય
......એ જ પવિત્રરાત્રી જગતમાં,અજબ શક્તિશાળી માડીની કૃપા થાય.
પાવાગઢથી માકાળકા હ્યુસ્ટન આવ્યા,સાચી ભક્તિનો અણસાર
શ્રધ્ધારાખીને ગરબે ઘુમતા ભક્તો પર,માડીના પ્રેમની વર્ષા થાય
તાલીઓના તાલના સંગે રહેતા,માતાજીના ઘુઘરૂ પણ સંભળાય
ગરબાની રમઝટમાં રહીને નાચતા,માતાનુ આગમન અનુભવાય
......એ જ પવિત્રરાત્રી જગતમાં,અજબ શક્તિશાળી માડીની કૃપા થાય.
પાવાગઢથી મા આવ્યા,સંગે કાસોરથી આવ્યા માવડી કાળકા
ચામુંડા માતા સંગે આવ્યા,બહુચરા માતાને સંગે દુર્ગા માતાજી
ભક્તિ પારખી ભક્તોની મા આવ્યા,તાલીઓના સંગે અવનીએ
પવિત્ર નવરાત્રીએ માતાની કૃપા મળી,જે અનુભવથી મેળવાય
......એ જ પવિત્રરાત્રી જગતમાં,અજબ શક્તિશાળી માડીની કૃપા થાય.
=====================================================
April 3rd 2017

લાકડી પકડી

Image result for ઉંમર મળે
.          .લાકડી પકડી 

તાઃ૪/૩/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉંમરને ના આંબે કોઇ અવનીએ,લાકડી પકડતા દેખાય
માનવતાનીમહેંક પ્રસરતા જીવને,પાવનસંગાથ મળી જાય
.....અજબ શક્તિશાળીની કૃપા,એજ સાચો સંગાથી આપી જાય.
દેહની સાંકળ આવનજાવન છે,જે જન્મના બંધને દેખાય
મળે દેહ અવનીએ જીવને જ્યારે,ત્યારે સમજણે સમજાય
નિખાલસ જીવનમાં માનવતાસ્પર્શે,જ્યાં જલાસાંઇ ભજાય
નિર્મળ જીવનમાં સમજણ સાચી,એ ભક્તિમાર્ગ દઈ જાય
.....અજબ શક્તિશાળીની કૃપા,એજ સાચો સંગાથી આપી જાય
જન્મ મરણના બંધનના સંગને,દેહની ઉંમર એમ કહેવાય
બાળપણથી સંબંધસ્પર્શે,અંતેઅવનીએ ધૈડપણ મળી જાય
ના પકડાયુ એ સીતારામથી,કે ના રાધાકૃષ્ણનુ દ્વારકામાંય
એજ લીલા છે અવિનાશીની,જીવોને એ રાહ આપી જાય
.....અજબ શક્તિશાળીની કૃપા,એજ સાચો સંગાથી આપી જાય.
=================================================

	
April 3rd 2017

માડી પધાર્યા

Image result for માડી પધાર્યા
.         .માડી પધાર્યા 
તાઃ૩/૪/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રરાહે જીવન જીવ જીવતા,નવરાત્રીએ માતાને વંદન થાય
આવી રહેલા પવિત્ર પ્રસંગે,ગરબા ગાઈને માતાનું પુંજન થાય
.....અનંત આનંદ થાય ભક્તિએ.જ્યાં માડીના ઝાંઝરીયા સંભળાય.
તાલી પાડતા તાલ મળે મા કૃપાનો,જે ગરબામાં ગાઈ જવાય
કૃપાની પવિત્રકેડીએ રહેતા,માડી તારી અદભુતકૃપા થઈ જાય
મનનેમળે અનંત શાંન્તિ માતારી,એજ અમારી ભક્તિ કહેવાય
પાવાગઢથી હ્યુસ્ટનઆવ્યા માકાળી,જીવને રણકાર આપી જાય
.....અનંત આનંદ થાય ભક્તિએ.જ્યાં માડીના ઝાંઝરીયા સંભળાય.
કૃપાનો સાગર એજ માડીનોપ્રેમ,માનવજીવનને મહેંકાવી જાય
વંદનકરીને તાલીઓપાડતા નવરાત્રીએ,ઢોલ નગારાય સંભળાય
ગરબાની મહેંક પ્રસરતા અવનીએ,પવિત્રકર્મના જ બંધન થાય
અનેક સ્વરૂપના દર્શનથાય માનવીને,જે ભક્તિમાર્ગે દોરી જાય
.....અનંત આનંદ થાય ભક્તિએ.જ્યાં માડીના ઝાંઝરીયા સંભળાય.
====================================================

	
April 2nd 2017

નવચંડી હવન

Image result for નવચંડી હવન
.           .નવચંડી હવન
તાઃ૨/૪/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નવરાત્રીના પવિત્ર દીવસે માડી,નવચંડી હવન શ્રધ્ધાએ થાય
આરતી અર્ચના કર્યા પછી માડીને,હવનકરી વંદન થઈ જાય
......એ નવરાત્રીમાં પુંજા કરે માડીની,જીવ પર માડીની કૃપા થાય.
ભક્તિભાવમાં શ્રધ્ધાછે ઉત્તમ,સમયની સાંકળમાં એ સમજાય
માડી આવે અવની પર દોડીને,જ્યાં ભક્તિથી ગરબા ગવાય
તાલીની સાંકળબનેછે નિર્મળ,જે ઘુઘરૂના ઝાંઝરથી મેળવાય
અનેક સ્વરૂપ માડીના અવનીએ,જે નિર્મળ ભક્તિએ દેખાય
......એ નવરાત્રીમાં પુંજા કરે માડીની,જીવ પર માડીની કૃપા થાય.
મંજીરાનાતાલ મળે ગરબામાં,જ્યાંડાંડીયાનો રણકાર થઈ જાય
ગરબેઘુંમતા પગના ઝાંઝર ખખડે,જે મંદીરનો માર્ગ દઈ જાય
પ્રેમની પાવન રાહ મળે કૃપાએ,નવચંડી માતાના દર્શન થાય
પવિત્રઆ ચૈત્રીનવરાત્રી જીવનમાં,માડીના પગલા રણકી જાય
......એ નવરાત્રીમાં પુંજા કરે માડીની,જીવ પર માડીની કૃપા થાય.
===================================================

April 1st 2017

ચામુંડા ધામ

 Image result for માડી ચામુંડા
.           .ચામુંડા ધામ 

તાઃ૧/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરબાના તાલે મા આવે તારા ભક્તો,ચામુંડાધામને આજે વંદે
ભક્તિમાર્ગની સાંકળ પકડીને,માડી ચામુંડાને રંગોળીએ સૌ રંગે
.....માડી ભક્તોનો પ્રેમ સ્વીકારી,જીવ સંગે માડી તુ કાયમ રહેજે.
આંગણે આવી ફુલડાં પધારી,માડી તારા ચરણમાં વંદન કરતા
શ્રધ્ધાસ્વીકારી કરેલ પુંજા માડીની,પાવનકર્મ માડી તુઆપી દેજે
ગરબાની રમઝટ સંગે રાખતા,માડી તારા ઝાંઝરીયા સંભળાય
નવરાત્રીના પવિત્રદીવસે મા,તાલીઓનાતાલ મળીગયાછે આજે
.....માડી ભક્તોનો પ્રેમ સ્વીકારી,જીવ સંગે માડી તુ કાયમ રહેજે.
ચંડી ચામુંડાના ગરબા ગાતા,માડી તારા દર્શન ભક્તોને થાય
તાલી પડે ત્યાં ઘુંઘર સંભળાતા,માડી તારા પવિત્રદર્શન થાય
અંતરમાં આનંદનીવર્ષા પામતા,નિર્મળ જીવનનોસંગ થઈજાય
પવિત્રતહેવાર હિંદુધર્મનો,દુનીયામાં ભક્તોના પ્રેમથી ઉજવાય
.....માડી ભક્તોનો પ્રેમ સ્વીકારી,જીવ સંગે માડી તુ કાયમ રહેજે.
==================================================


	
April 1st 2017

આરાશુરી અંબા

Image result for નવરાત્રીએ મા અંબા
.         .આરાશુરી અંબા 

તાઃ૧/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મા આરાશુરના આંગણે આવી,માડી તારા ગરબા ગવાય
દર્શનથાય માડી તારા જીવને,આ જીવનપાવન થઈ જાય
.....માડીની અનેક જ્યોત પ્રગટતા,શ્રધ્ધા ભક્તિનો સ્પર્શ થાય.
ગરબાની આસાંકળ નિરાળી,જીવને અનંતપ્રેમ મળી જાય
નવરાત્રીના સંગે જીવથીરહેતા,તાલીઓનાતાલે પણ રમાય
માડીનાઝાંઝરના ઝણકાર,ભક્તિનો આપી જાય અણસાર
કૃપાના સાગરમાં રહેતા,જીવથી જન્મમરણ દુર રહી જાય
.....માડીની અનેક જ્યોત પ્રગટતા,શ્રધ્ધા ભક્તિનો સ્પર્શ થાય.
માડી તારા ગરબાનાતાલે રહેતા,પ્રદીપનેશાંંતિ મળી જાય
પાવનરાહની કેડી મળતા જીવને,નાઅપેક્ષા કોઇ બંધાય
આવજો માડી આંગણેમારે,જીવની કર્મનીકેડી છુટી જાય
જીવને મળે જ્યોત આરાશુર માડીની,કર્મબંધંથી છટકાય
.....માડીની અનેક જ્યોત પ્રગટતા,શ્રધ્ધા ભક્તિનો સ્પર્શ થાય.
===============================================


April 1st 2017

મા દુર્ગા પધારો

Related image
.         .મા દુર્ગા પધારો                        

તાઃ૧/૪/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા દર્શન કરતા શ્રધ્ધાળુ ભક્તો,તાલી પાડી ગરબા રમી જાય
નવરાત્રીની પવિત્ર રાતે મંજીરા સાથે,માડી તારા દર્શન પણ કરી જાય
........એવી પવિત્ર આ નવરાત્રી,મા તારી કૃપાએ ચૈત્રી માસે આવી જાય.
ભક્તોની શ્રધ્ધા સંગે તાલીઓના તાલ પણ માડી તારા ચરણે કરાય
અનંત પ્રેમનીવર્ષા દુર્ગા માની થતા,થનગન થનગન ઘુંઘરા સંભળાય
ગરબાની છે પવિત્રકેડી માની ભક્તિમાં,જે સરળ જીવન આપી જાય
રૂમઝૃમ રૂમઝૃમ તાલે ઘુમતા મંદીરમાં,માડી તારાદર્શન અમને થાય
........એવી પવિત્ર આ નવરાત્રી,મા તારી કૃપાએ ચૈત્રી માસે આવી જાય.
આવીઆંગણે ગરબે ઘુમજો માડી,મળેલ આમાનવજીવન મહેંકી જાય
તાલીઓના સંગે ભક્તિ કરતા માડીની,જીવનમાં શાંન્તિ આપી જાય
અનંત શ્રધ્ધાએ માડીતારી ભક્તિ કરતાં,તાલીઓના તાલ મળી જાય
મળેકૃપા માતા દુર્ગાની જીવનમાં,પવિત્રપાવનરાહ જીવને આપી જાય
........એવી પવિત્ર આ નવરાત્રી,મા તારી કૃપાએ ચૈત્રી માસે આવી જાય.
==========================================================

	
« Previous Page