April 13th 2017

બાબાનો પ્રેમ

.....Related image.....
.              .બાબાનો પ્રેમ

તાઃ૧૩/૪/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અખંડ પ્રેમ મળે બાબાનો અમને,જે પવિત્રકર્મ કરાવી જાય
શેરડીથી બાબા હ્યુસ્ટન આવ્યા,એ જ અનુભવથી સમજાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
મળેલ દેહને પવિત્રરાહ મળે,જ્યાં માનવતાની મહેંક સચવાય
પ્રેમપારખી વર્તન બદલતા,આ મનુષ્ય જન્મ સફળ થઈ જાય
નિરાધારનો આધાર બને છે બાબા,જ્યાં ૐ સાંઇને ભજાય
અવનીપરના આગમનને પારખતા,જીવને શાંન્તિ મળી જાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
મળ્યો સહવાસ બાબાનો જીવને,ત્યાં અભિમાનની વિદાય થાય
અહંકારને આંબી લેતા જીવનમાં,બાબાનો પ્રેમસૌને મળી જાય
માગણી મોહને છોડી દેતા,કુદરતની અસીમ કૃપાય મળી જાય
ભક્તિરાહની જ્યોત મળે  જીવને,જ્યાં બાબાની કૃપા થઈ જાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
==================================================
April 12th 2017

જગત જનની


.          .જગત જનની
તાઃ૧૨/૪/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબકૃપા મા જગત જનનીની,જીવને પાવનરાહએ આપી જાય
મળેલ નિખાલસ પ્રેમ જીવને,જ્યાં માડીની પવિત્રદ્ર્ષ્ટિ પડી જાય
.......એ જ જીવની પવિત્રરાહ,જે જન્મમરણના બંધનથી સમજાય.
સવાર સાંજને સમજી ચાલતા,માનવ જીવનમાં સરળતા મળી જાય
કુદરતની આ અજબલીલા અવનીએ,અનુભવથી જ સમજાઈ જાય
મનથી કરેલ નિર્મળ ભક્તિ એદેહને,પાવનરાહની કેડી આપી જાય
સફળતાનો સંગાથ મળે જવનમાં,નાઅપેક્ષા કેમાગણી સ્પર્શી જાય
.......એ જ જીવની પવિત્રરાહ,જે જન્મમરણના બંધનથી સમજાય.
ભક્તિની તો શક્તિછે ઉત્તમ,જે જીવને દેહ મળતા જ અનુભવાય
માનવજીવનની મહેંકપ્રસરે જગતમાં,જ્યાં નિખાલસતા સ્પર્શી જાય
અનેક સ્વરૂપ માતાના છેઅવનીએ,શ્રધ્ધાએજ માતાનુ પુંજન થાય
આવી આંગણે કૃપા મળેજ જીવને,જે અનુભવથીજ મેળવાઈ જાય
.......એ જ જીવની પવિત્રરાહ,જે જન્મમરણના બંધનથી સમજાય.
===================================================

	
April 11th 2017

ભક્તિનો સાગર

.....Image result for શ્રીરામ.....
.               .ભક્તિનો સાગર

તાઃ૧૧/૪/૨૦૧૭                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળજીવન ને નિર્મળભક્તિ,એ જીવનો જન્મ સફળ કરી જાય
પાવનકેડી મળે જીવનમાં દેહને,જે ભક્તિનો સાગર આપી જાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય
અવનીપર અવતાર પરમાત્માનો,એ શ્રીરામ અને શ્રીકૃષ્ણ કહેવાય
કર્મનાબંધન એજીવનેસ્પર્શે,જે જગતપર માનવીના વર્તનથી દેખાય
દેહમળે જીવને અવનીએ,જે જીવને જન્મ મળતાજ સમજાઇ જાય
ભક્તિનો સાગર મળ્યો શ્રીહનુમાનજીને,જે તેમના વર્તનથી સમજાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
ના કોઇ યુગની તાકાત જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિની વર્ષા થાય
મળે કૃપાએ શક્તિનો ભંડાર દેહને,જે જીવને અનુભવ આપી જાય
નિર્મળભક્તિની આંગળીચીંધી હનુમાનજીએ,જે તેમના વર્તને દેખાય
મળેલ માનવ દેહને સાર્થક કરવા,પરમાત્માના સ્વરૂપને વંદન થાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
=====================================================

April 11th 2017

બજરંગ બલી

..Image result for બજરંગ બલી..
.            .બજરંગ બલી 

તાઃ૧૧/૪/૨૦૧૭  (જન્મદીવસ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી આછે અવતાર,જેને બજરંગબલી કહેવાય
પરમાત્માના પવિત્ર સ્વરૂપ શ્રીરામને,પાવનરાહએ આપી જાય
......જન્મદીવસની ઉજવણી કરતા,શ્રીહનુમાનજીને વંદન થાય.
શ્રીરામ સંગે માતા સીતાને વંદન કરી,ભક્તિરાહ આપી જાય
રાજારાવણ જેવા ભક્તનીકેડી બગડતા,પવનપુત્ર આવી જાય
સીતામાતાને નિમીત બનાવી,રાવણની જીંદગીને સ્પર્શી જાય
રામ ભાઈ લક્ષ્મણના દેહને બચાવ્યા,જ્યાં શ્રીરામ કહી જાય
......જન્મદીવસની ઉજવણી કરતા,શ્રીહનુમાનજીને વંદન થાય.
ભક્તિમાં શક્તિ છે એવી,જે મળેલદેહના વર્તનથી જ દેખાય
મળે પ્રદીપરમાને કૃપા શ્રીરામની,જ્યાં હનુમાનજીનીકૃપા થાય
પવિત્ર જીવનએ રાહ બને,જ્યાં જન્મદીને અંજનીપુત્રને પુંજાય
માનવજીવન ઉજવળકરે કૃપાએ,જન્મમરણના બંધનછુટી જાય
......જન્મદીવસની ઉજવણી કરતા,શ્રીહનુમાનજીને વંદન થાય.
=================================================
  બજરંગબલી શ્રી હનુમાનજીના જન્મદીન નિમીત્તે તેમના ચરણમાં
આ કાવ્ય પ્રદીપ,રમાના પરિવારના વંદન સહીત અર્પણ.
-------------------------------------------------
April 10th 2017

પ્રેમની પરખ

.             .પ્રેમની પરખ

તાઃ૧૦/૪/૨૦૧૭                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરનુ આગમન સ્પર્શે જીવને,કર્મની કેડીએ સંધાઇ જાય
અજબગજબ એ બંધન દેહના,જયાં જીવને પરખ પ્રેમની થાય
.......એ જ સાંકળ છે જીવની,જે પરમાત્માની સાચી ભક્તિએ સમજાય.
દેહમળે જ્યાં જીવને જગતપર,અનેક સ્વરૂપના બંધનથી દેખાય
પશુ,પક્ષી,પ્રાણીના દેહ છે નિરાધાર,ના અપેક્ષા કોઇ મેળવાય
અનંત આધારને પામવા જીવને,અહીં તહીં કે ઉપરનીચે જવાય
ના સમજણ કોઇ દેહને રહે,ના કોઇ અપેક્ષાની સમજણ લેવાય
.......એ જ સાંકળ છે જીવની,જે પરમાત્માની સાચી ભક્તિએ સમજાય.
મળી જાય માનવદેહ સંતાન સ્વરૂપે,એ માબાપનો પ્રેમ કહેવાય
શીતળ રાહ પકડવા સંતાનને,સમયની સાંકળ પકડીને જ ચલાય
અવિનાશીની આ અજબ શક્તિ છે,એ સંબંધના વાદળે સચવાય
જીવને મળેલ રાહ જીવનમાં,એજ પ્રેમની સાચી પરખ છે કહેવાય
.......એ જ સાંકળ છે જીવની,જે પરમાત્માની સાચી ભક્તિએ સમજાય.
=====================================================

 

April 9th 2017

વાહ ભઇ

.         .વાહ ભઈ
તાઃ૯/૪/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવન જ્યોત પ્રગટી,જ્યાં સાહિત્યસરીતા આવી ગઈ
ઉજવળ કલમની કેડી પકડી,વાહ ભઈ સરળરાહ મળી ગઈ
.....કૃપા છે માતા સરસ્વતીની,જે કલમપ્રેમીઓથી ઉજવળ થઇ ગઈ.
અબકડ એ શબ્દનીકેડી જગે,ને સારેગમ સંગીત આપી જાય
માડીની અનંતકૃપા કલમ પ્રેમીયો પર,હ્યુસ્ટનમાં પરખાઇ ગઈ
નિર્મળપ્રેમ કલમપ્રેમીયોનો મળે,ત્યાં નાઅપેક્ષાના વાદળ ઘેરાય
અનંત પ્રેમને પારખે પ્રેમીઓ,જે કલમને હ્ર્દયથી પ્રેમકરી ગઈ
.....કૃપા છે માતા સરસ્વતીની,જે કલમપ્રેમીઓથી ઉજવળ થઈ ગઈ.
આવતીકાલને એ ઉજવળકરે,જ્યાં નિર્મળતાએ આજને પરખાય
કલમ પકડી મેં શ્રધ્ધાએ જીવનમાં,ત્યાં અનેક રૂપે લખાઈ ગઈ
મળીજાય પ્રેમ કલમપ્રેમીઓનો,જેપાવનકર્મ જીવનમાં કરાઇ જાય
.....કૃપા છે માતા સરસ્વતીની,જે કલમપ્રેમીઓથી ઉજવળ થઈ ગઈ.
===================================================
April 8th 2017

દેહની પકડ

.        .દેહની પકડ   

તાઃ૮/૪/૨૦૧૪૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવતીકાલ ના પકડાય કોઇથી,રાજા હોય કે ઘરનો રખેવાળ
અજબલીલા આજ અવિનાશીની,આજએ ગઈકાલ બની જાય
......અંતરમાં જ આનંદ વરસે,જ્યાં સમયને મનથી છોડી દેવાય.
માનવદેહ એજ જીવને સ્પર્શે,જે કર્મના બંધનને બતાવી જાય
જન્મની જકડ એ આગમન વિદાય,ના અવનીપરથીય છોડાય
સરળતાનો સહવાસમળે દેહને,જ્યાં શ્રધ્ધાવિશ્વાસે ભક્તિ થાય
પાવનરાહને પામી જીવતા,જીવપર જલાસાંઇનીકૃપા થઇ જાય
......અંતરમાં જ આનંદ વરસે,જ્યાં સમયને મનથી છોડી દેવાય.
પરમ ભક્તિથી એ જીવને મળે,જે વાણી વર્તનથીજ સમજાય
ભગવાની ના જરૂર દેહને,કે ના ઝોળીકે ડંડો કદીય પકડાય
દેખાવની દુનીયાનાઆંબે જીવ,એતો કળીયુગી કાતર કહેવાય
ના માનમળે કે સન્માનશોધાય,ત્યાં જીવનીજ્યોત પ્રગટી જાય
......અંતરમાં જ આનંદ વરસે,જ્યાં સમયને મનથી છોડી દેવાય.
===================================================

April 7th 2017

અનુભવની ગંગા

.          .અનુભવની ગંગા  
 તાઃ૭/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે એ કૃપા નિરાળી,મળેલ દેહના સંબંધે સમજાઇ જાય 
પ્રેમ નિખાલસ એ દેહનેજ સ્પર્શે,સમય આવતા જ પરખાઇ જાય 
.......એજ કૃપા અવિનાશીની,જીવને અનેક પળે અનુભવાઇ જાય. 
મળે માયાના બંધન સ્પર્શે જીવને,મળેલ દેહે અનેક રૂપે મેળવાય 
સરળ જીવનનીરાહ મળે દેહને,જ્યાં પાવનરાહ મેળવી જીવી જાય 
ભક્તિમાં અજબશક્તિ છે,જેઅંતરમાં અનુભવનીગંગા વહાવી જાય 
જીવનો સંબંધ જગતના બંધન,જે કર્મનાબંધનથી જ મેળવાઇ જાય 
.......એજ કૃપા અવિનાશીની,જીવને અનેક પળે અનુભવાઇ જાય. 
પાવનરાહની કેડીને પામવા અવનીએ,ધર્મભક્તિ શ્રધ્ધા એજ કરાય 
જીવના સંબધ છે કર્મનીકેડી,જે જીવને મળેલ દેહથીજ અનુભવાય 
પ્રેમપારખીને જીવન જીવતા,દેહપર પવિત્ર અનુભવનીગંગા વહીજાય 
મળી જાય પરમાત્માનો પ્રેમ દેહને,જે મળેલ જન્મ સફળ કરી જાય 
.......એજ કૃપા અવિનાશીની,જીવને અનેક પળે અનુભવાઇ જાય. 
=====================================================

	
April 6th 2017

પવનદેવ

.             .પવનદેવ      

તાઃ૬/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવનદેવ છે પરમ કૃપાળુ,જગતમાં અનેક જીવોને અનુભવ થાય
મળે કૃપા જ્યાં પવનદેવની,ત્યાં મળેલ દેહની સમજણ થઇ જાય
......સુર્યદેવના એ છે સંતાન મહાન,જગતમાં ના કોઇથી દુર જવાય.
પરમાત્માની આ અજબ શક્તિ છે,જીવને અનેક રૂપે એ દેખાય
મનથી કરેલ ભક્તિ નિખાલસ,જીવનમાં પવિત્રરાહએ આપી જાય
માગણી કે અપેક્ષાને દુર રાખતા,મળેલ માનવજીવન મહેંકી જાય
શ્રધ્ધાભક્તિની રાહમળે જીવને,જ્યાં જલાસાંઇની પ્રેમે ભક્તિ થાય
......સુર્યદેવના એ છે સંતાન મહાન,જગતમાં ના કોઇથી દુર જવાય.
માનવદેહ મળે જ્યાં જીવને,ત્યાં કુદરતની કેડીની સમજણ લેવાય
સરળતાને પામવા અવનીએ,સુર્યદેવના દર્શનસંગે પવનદેવ પુંજાય
જીવને મળે માનવદેહ એપ્રભુકૃપા,જે પુણ્ય કર્મના સંબંધે સમજાય
જન્મમૃત્યુના બંધનને છોડવા કાજે,પવનપુત્ર હનુમાનજીનેય પુંજાય
......સુર્યદેવના એ છે સંતાન મહાન,જગતમાં ના કોઇથી દુર જવાય.
=====================================================
April 5th 2017

આનંદની કેડી

Image result for પરમાત્માની કૃપા
.          .આનંદની કેડી  

તાઃ૫/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અંતરમાં આનંદ મળે અનેરો,ને જીવનમાં શાંંતિ મળી જાય
કુદરતની આકેડી નિરાળી,મળેલ જન્મનીજ્યોત પ્રગટી જાય
......એ છે નિર્મળ કેડી જીવનની,મળેલ દેહના સંબંધથી સમજાય.
માનવદેહ મળે જીવને અવનીએ,એ પરમાત્માની કૃપા કહેવાય
કર્મની નિર્મળ કેડીએ જીવતા,જીવનમાં ભક્તિ રાહને મેળવાય
જન્મમરણ છે દેહના બંધન,જે કરેલકર્મના સંબંધે સ્પર્શી જાય
કળીયુગ સતયુગએ કુદરતની લીલા,નાકોઇથી જગતમાં છોડાય
......એ છે નિર્મળ કેડી જીવનની,મળેલ દેહના સંબંધથી સમજાય.
મારૂતારૂનો સંબંધ છે દેહનો,જગતમાં જન્મ મળે મળી જાય
સરળ જીવનની રાહ મળે દેહને,જ્યાં ભક્તિજ્યોત પ્રગટી જાય
શ્રધ્ધા પ્રેમને વિશ્વાસ ના સંગે,સંત જલાસાંઇની રાહ મેળવાય
અવનીપરના આગમનને સમજતાં,જીવને મુક્તિરાહ મળી જાય
......એ છે નિર્મળ કેડી જીવનની,મળેલ દેહના સંબંધથી સમજાય.
=================================================


« Previous PageNext Page »