April 21st 2017

મા સરસ્વતી

      Image result for મા સરસ્વતી
.            .મા સરસ્વતી
તાઃ૨૧/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અસીમકૃપા મા સરસ્વતીની થતા,કલમની કેડી પવિત્ર થઈ જાય
ના કોઇ અપેક્ષા અડે કલમને,કે નાકોઇ મોહ પણ સ્પર્શી જાય
......એજ માડી મારી છે,જેને જગતમાં કલમપ્રેમીઓના વંદન થાય.
ઉજ્વળ જીવનમાં માડીની કૃપા વરસે,જે પાવનકર્મ કરાવી જાય
માનવ જીવનમાં પવિત્રકેડીએ ચાલતા,ના કર્મબંધન સ્પર્શી જાય
જગતમાં કલમની પકડ સમજાય,જ્યાં અનેક વાંચકો મળી જાય
મળેલ મા સરસ્વતીની કૃપા જીવને,જે પકડેલ કલમથીજ દેખાય
......એજ માડી મારી છે,જેને જગતમાં કલમપ્રેમીઓના વંદન થાય.
કર્મના બંધન જ સ્પર્શે જીવને,જે દેહ મળતા જ જીવને દેખાય
અવનીપર તો અનેક રાહ છે,જગતમાં ના કોઇ જીવથી છોડાય
આવતીકાલને સમજી ચાલતાજ,ભુતકાળથી જગતમાં દુર રહેવાય
કૃપાનીકેડી નિર્મળ પકડતા,કલમ થકી માતાને વંદન કરી શકાય
......એજ માડી મારી છે,જેને જગતમાં કલમપ્રેમીઓના વંદન થાય.
==================================================

	
April 20th 2017

જય જલાસાંઈ



.          .જય જલાસાંઈ    

તાઃ૨૦/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ ભાવની પવિત્ર કેડી,જીવનમાં પાવન કર્મ કરાવી જાય
શ્રધ્ધા ભાવના એ નિર્મળરાહ છે,જે જીવને શાંંતિ આપી જાય
.......કર્મની પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ.
જલારામની ભક્તિરાહે,જીવોને અન્નદાન દેતા નિર્મળભક્તિ થઈ
ના મોહમાયા જ્યાં જીવને સ્પર્શે,ત્યાં પ્રભુથી પરિક્ષા થઈ ગઈ
સંસ્કાર સાચવી સંગે રહેતા,વિરબાઈને પાવન રાહ મળી ગઈ
ભક્તિની ઉજ્વળ રાહે જીવતા,જગતમાં પવિત્ર કેડી બની ગઈ
.......કર્મની પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ.
માનવતાની મહેંક પ્રસરી શેરડીમાં,જે સંત સાંઈબાબાથી દેખઈ
શ્રધ્ધાસબુરી સમજાવી જીવોને,અલ્લાઈશ્વરની પુંજા અપાઈ ગઈ
નિર્મળ જીવન મળે દેહને અવનીએ,જે પાવન કર્મ કરાવી ગઈ
જલાસાંઇની શ્રધ્ધાએ ચીધી રાહ,જીવનેઉજ્વળ કેડી આપી ગઈ
.......કર્મની પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ.
===============================================



	
April 19th 2017

બુધ્ધદેવ

.             .બુધ્ધદેવ 

તાઃ૧૯/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમની પાવનકેડીનો સહવાસ મળે,જે નિર્મળ જીવન આપી જાય
મળે સુર્યપુત્ર બુધ્ધદેવની કૃપા,જ્યાં ૐ બુ બુધાય નમઃને સ્મરાય
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
અવનીપર આવી મળે પ્રભાત,સંગે અસ્તનેય સુર્યદેવથી મેળવાય
અજબ શક્તિશાળી ને એજ કૃપાળુ દેવ છે,જે દર્શનથી સમજાય
બુધ્ધદેવ એ પ્રેમાળ પુત્ર છે સુર્યદેવના,જે તેમની લાયકાતે દેખાય
અવનીપરના અનેક જીવોને શ્રધ્ધાએ,પાવનજીવન એ આપી જાય
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
આગમન વિદાય જીવનો અવનીએ,એ તો કર્મનો સંબંધ કહેવાય
નિર્મળ ભક્તિ એ સંબંધ જીવનો,જે પવિત્ર રાહે જીવતા મેળવાય
માતાપિતાની કૃપા મળી બુધદેવને,જે તેમની ભક્તિએ મળી જાય
ઉત્તમ જીવન બને માનવદેહનુ,જે બુધદેવની દ્રષ્ટિએ જ મેળવાય 
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
===================================================

 

April 18th 2017

કયો સંબંધ

Image result for જીવના સંબંધ
.          .કયો સંબંધ 
તાઃ૧૮/૪/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દીલનો હુ દરવાજો ખોલુ,ત્યાં તમારો અતુટ પ્રેમ લેવાય
નસીબની સાંકળ છે નિખાલસ,મને જીવવાને મળી જાય
......આ તો અજબલીલા પ્રભુની,જે અતુટ ભાવનાએ મેળવાય.
લઘરવઘર આ જીંદગીને,અતુટ પ્રેમ વડીલનો મળી જાય
માગણી ના સ્પર્શે દેહને,એ અજબકૃપા જલારામની થાય
મનનેસ્પર્શે મોહ જીવનમાં,ત્યાં આફતનાવાદળ વર્ષી જાય
પરમપ્રેમની ગંગા વહેવડાવી,ત્યાં સાંઈબાબાની કૄપા થાય
......આ તો અજબલીલા પ્રભુની,જે અતુટ ભાવનાએ મેળવાય.
માનવદેહ એજ જીવને,નિર્મળરાહે પાવન કર્મ કરાવી જાય
ભક્તિ માર્ગની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાને સંગ રખાય
ધર્મની કેડી એ આંગળી ચીંધે,જીવને પવિત્રરાહ આપી જાય
કર્મની પવિત્ર કેડીએ જીવના,જન્મમરણના બંધન છુટી જાય
......આ તો અજબલીલા પ્રભુની,જે અતુટ ભાવનાએ મેળવાય.
=================================================

	
April 17th 2017

માનવતાની મહેંક

.         .માનવતાની મહેંક

તાઃ૧૭/૪/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કર્મ ધર્મને પકડી ચાલતો માનવી,સંબંધનો સંગાથ મેળવી જાય
પરમકૃપાળુ પરમાત્માને વંદનકરતા,માનવતાની મહેંકપ્રસરી જાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
અવની એઆધાર છે જીવનો,જે જગતમાં દેહ મળતાજ દેખાય
ના હાને તરછોડતા જીવનમાં,સંત જલાસાંઈનો પ્રેમ મળી જાય
કર્મના બંધન એ દેહને સ્પર્શે,ને ધર્મએ પવિત્રરાહ આપી જાય
શ્રધ્ધાનો સંગાથ સાચવતા,નિર્મળતા એ પરમાત્માની પુંજા થાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
માનવદેહ એસ્પર્શે છે જીવને,જે માનવીના વર્તનથી અનુભવાય
કરેલકર્મ એ જીવને છે જકડે,ના કોઇ જીવથી એનાથી છટકાય
પવિત્રરાહ એજ જીવને પ્રેરે,જે જગતમાં માનવતા મહેંકાઇ જાય
અંતરમાં આનંદનીવર્ષા થતા,મળેલ માનવ જન્મસફળ કરી જાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
===================================================
April 16th 2017

પ્રેમનો ભંડાર

.         .પ્રેમનો ભંડાર  

તાઃ૧૬/૪/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનનો સંબંધ છે અવનીએ,જે સમજદાર જીવનેજ સમજાય
કુદરતની આ અજબલીલા છે,જે પ્રેમના ભંડારમાં ભરાઈ જાય
.....માગણી એતો છે અપેક્ષાના વાદળ,ના કોઇ જીવથીય છટકાય.
માનવતાની મહેંકપ્રસરે જીવનમાં,જ્યાં પ્રેમે નિર્મળ ભક્તિ થાય
સમયને સમજી જીવન જીવતા,ના આફતની કોઈ અસર થાય
મળે જીવને નિર્મળપ્રેમકૃપાએ,જ્યાં શ્રધ્ધાએ જલાસાંઇને વંદાય
ના માગણી કે ના મોહ સ્પર્શે,એજ જીવનને પાવન કરી જાય
.....માગણી એતો છે અપેક્ષાના વાદળ,ના કોઇ જીવથીય છટકાય.
મળે જીવને માનવદેહ અવનીએ,જે પરમાત્માની કૃપા કહેવાય
સમજણની નિર્મળકેડીને પારખતા,માનવજન્મ પાવન થઈ જાય
કરેલકર્મના બંધન એજ જીવને સ્પર્શે,જે મળેલ જન્મથી દેખાય
પાવનકર્મને જીવનમાં કરતા,પ્રેમનો ભંડાર જીવનમાં મળી જાય
.....માગણી એતો છે અપેક્ષાના વાદળ,ના કોઇ જીવથીય છટકાય.
==================================================

	
April 14th 2017

બજરંગી બળવાન

Image result for બજરંગી બળવાન
.        .બજરંગી બળવાન 

તાઃ૧૪/૪/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિશાળી હતા અવનીપર,જે પરમાત્માનેય હરખાઈ જાય
ના જગતમાં તાકાત કોઇની,કે પરમાત્માના દેહનેએ મદદ કરી જાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
મળેલ દેહ માતાનો અવનીએ,જે સીતાજીના નામથી ઓળખાઇ જાય
પરમ ભાવના સંગેજ રહેતા,રાજા દશરથના કુટુંબમાં એ આવી જાય
પરમાત્મા એ લીધેલ દેહ અયોધ્યામાં,શ્રી રામના નામે જ ઓળખાય
રાજા રામને સાથ આપવા લંકામાં,હનુમાનજીનો જ સાથ મળી થાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
ગદા પકડીને સરોવર પાર કરી,પર્વતને પણ કુદી માતાને શોધી જાય
રામની પરમકૃપાને પામી બળવાન થયા એ,જે તેમના વર્તનથી દેખાય
ભોલેનાથની નિર્મળભક્તિ કરી,રાવણ અજબ શક્તિશાળી બની જાય
મોહની માયા લાગતા અવનીએ,માતા સીતાજીની તરફએ લટકી જાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
=======================================================

	
April 14th 2017

પ્રેમનો સહવાસ

Image result for .પ્રેમ
.         .પ્રેમનો સહવાસ         

તાઃ૧૪/૪/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
જીવનનો સંબંધ જગતમાં,જીવને દેહ મળતાજ સમજાઈ જાય
કર્મની કેડી એ પાવનરાહ કર્મની,જે જન્મમરણથીજ મેળવાય
......મળે જીવને પ્રેમનો સહવાસ.જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય.
અવનીપરનુ આગમનએ જગતપિતાની માયા,નાકોઇથી છોડાય
મળે દેહ જગતપર જીવને,જે અનેક સંબંધથીજ સમજાઈ જાય
માનવદેહએ બને જીવનનીજ્યોત,જ્યાં પવિત્રરાહ સંગે જીવાય
મળે નિર્મળ પ્રેમનો સહવાસ,શ્રધ્ધાનો સંગ રાખીને પુંજા થાય
......મળે જીવને પ્રેમનો સહવાસ.જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય.
માગણીજીવની નાછોડાય કોઇથી,જે મળેલદેહની પ્રીત કહેવાય
કુદરતનીકેડીને નાપારખી શકે કોઇ,કે નાકોઇથીએ દુર રહેવાય
એઅજબલીલા અવિનાશીની,જે પરમાત્માએ લીધેલ દેહે દેખાય
રામકૃષ્ણના સ્વરૂપે આવ્યા અવનીએ,સત્કર્મનેએ સમજાઇ જાય
......મળે જીવને પ્રેમનો સહવાસ.જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય.
=====================================================
April 13th 2017

પ્રેમ ગંગા

.                       .પ્રેમ ગંગા

તાઃ૧૮/૪/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ પ્રેમની ગંગા વહેતા,આ માનવ મન મલકાય
ઉજવળ કેડી પ્રેમની મળતા,આ જીવન સુધરી જાય
…….એવુ નિર્મળ જીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.
અવનીપરનુ  આગમન,એતો જીવનુ જીવન કહેવાય
કેડી ઉજવળ  મળતા જીવને,જ્યાં નિર્મળતા સહેવાય
અહીં તહીંની માયાને છોડતા,પાવન રાહ મળી જાય
રામનામની માળા જપતા,જીવને શાંન્તિ સ્પર્શી જાય
……..એવુ નિર્મળ જીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.
મળે જીવને આ માનવદેહ,જે કર્મની કેડી આપી જાય
કરેલ કર્મ એ બંધન છે જીવના,મુક્તિ માર્ગે દોરી જાય
અપેક્ષાના વાદળથી છુટતા,ના બંધન કોઇ મેળવાય
અંતે જીવને રાહ મળે,જ્યાં પરમાત્માની જ  કૃપા થાય
………એવુ નિર્મળ જીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.

+++++++++++++++++++++++++++++++++++++

April 13th 2017

ભારતનુ ગૌરવ

.                   .ભારતનુ ગૌરવ

તાઃ૩૦/૩/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે અમેરીકામાં માન જેને,એજ છે ભારતનુ સન્માન
ચંન્દ્રની કેડી દે માનવીને,એ શ્રી કમલેશભાઈ કહેવાય
 ......એવા કમલેશભાઈ પર સંત જલાસાંઇની કૃપા થઈ જાય.
 મળ્યો પત્ની મારીયાનોપ્રેમ,જીવઉજ્વળરાહે ચાલી જાય
 પિતાના પ્રેમને પારખી ભણતા,એ વૈજ્ઞાનિક થઇ જાય
 ના મોહમાયાની ચાદરઅડે,એમાતાના સંસ્કાર કહેવાય
 સાહિત્ય સરીતાને વહેતી રાખતા,એ કલમ પકડી જાય
 .....એવા વ્હાલા કમલેશભાઈનુ,ગાંધીનગરમાં સન્માન થાય.
 પ્રેમનિખાલસ નેલાગણીસાચી,તેમની પત્નિથીય દેખાય
 આપી પ્રેમનીગંગા મનથી,સન્માનના વાદળથી છલકાય
 ગુજરાતનુ એ ગૌરવ છે,હ્યુસ્ટનમાં પ્રદીપને આનંદ થાય
 પરમાત્માની પરમકૃપાએ,માનવીને ચંદ્ર પરએ લઈ જાય
 ........એવા નિખાલસ કમલેશભાઈ,પ્રેમે નાશામાં આવી જાય.
 ========================================
    અમેરીકાના અવકાશયાત્રા કરાવતા નાસાના મુખ્ય વૈજ્ઞાનિક વડોદરાના
શ્રી કમલેશભાઈ લુલાનુ ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દીનની ઉજવણીમાં
સન્માન કરવામાં આવ્યુ જે ભારત અને ગુજરાત માટે ખુબજ આનંદ અને
ગુજરાતીઓ માટે અભિમાન છે.સાથે તેઓ એક સારા લેખક પણ જે હ્યુસ્ટનના
કલમપ્રેમીઓ માટે પણ ગૌરવ છે. તે પ્રેમની યાદ રૂપે હ્યુસ્ટનના કલમપ્રેમીઓ
તરફથી જય જલારામ સહિત સપ્રેમ ભેંટ.
 લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા કલમપ્રેમીઓ.
« Previous PageNext Page »