September 9th 2020

ગૌરીનંદન ગજાનંદ

    
.             .ગૌરીનંદન ગજાનંદ

તાઃ૯/૯/૨૦૨૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

ભોલેનાથની કૃપા મળી જીવનમાં,સંગે માતા પાર્વતીનો પ્રેમ મળી જાય
અજબશક્તિશાળી એ દેહ હતો,જેપવિત્રગંગાને ભારતમાં વહાવી જાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
દેહ લઈ આવ્યા અવનીપર,જે સિધ્ધિવિનાયક પણ ધરતી પર કહેવાય
અવનીપરના દેહ જે શધ્ધા ભાવનાથી,પાવનભક્તિ જીવનમાં કરી જાય
એ દેહને કૃપામળે વ્હાલા ગણેશજીની,જે જીવનમાં સંતોષ આપી જાય
માનવદેહને અવનીપર પાવનરાહમળે,એ ઉજવળરાહે જીવન આપીજાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
ગણપતિ પર કૃપા થઇ માતાપિતાની,જીવનમાં રિધ્ધિસિધ્ધી સંગીની થાય
પવિત્રકૄપા મળી જીવનસાથીની,જે પત્ની રિધ્ધીસિધ્ધીને પાવન કરી જાય
શ્રધ્ધાભાવથી વંદન કરતા ગણેશજીને,જીવનમાં અનંતકૃપા પણ મળી જાય
માગણી મોહને દુરરાખતા,પિતાભોલેનાથ સંગે માતાપાર્વતીની કૄપાથઈ જાય
.....પાવનદેહને અવનીપર લાવ્યા,પાર્વતીમાતાનો ગૌરીનંદન ગજાનંદથી ઓળખાય.
***************************************************************