September 20th 2020

મળેલો પ્રેમ

.              .મળેલો પ્રેમ          
તાઃ૨૦/૯/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કર્મ જન્મનો સંબંધ જીવને અવનીપર,અદભુતલીલા અવિનાશીની કહેવાય
માનવદેહ એ પાવનરાહ થયેલ કર્મની,જે સત્કર્મના માર્ગે જીવને લઈ જાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે થયેલ કર્મના સંબંધે બંધાઈ જાય
મળે માનવદેહ જીવને એ ગતજન્મના કર્મથી,જીવને અવનીપર લાવી જાય
પશુપક્ષીના દેહને ના કોઇ સમજણ અડે,કે નાકોઇ પવિત્રકર્મ દેહથી થાય
મળેલ માનવદેહને કૃપા પરમાત્માની મળે,જે દેહને મળેલપ્રેમથીજ સમજાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
મારુતારુ એ સમજણ માનવદેહની,જે સમયસમજીને દેહને કર્મ કરાવી જાય
પરમકૃપાળુ પરમાત્મા અવનીપર લીધેલ દેહથી,જીવને પાવનરાહથી પ્રેરીજાય
મોહમાયાનો સંબંધ દેહને જીવનમાં,થયેલ અનેકકર્મથી દેહને એ સ્પર્શી જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,મળેલ નિર્મળપ્રેમ દેહને રાહઆપી જાય
.....મળેલ પ્રેમ પરમાત્માનો જીવને,પાવનકર્મ સંગે શ્રધ્ધાભક્તિ પણ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++