September 17th 2020

સંત જલાસાંઇની જ્યોત

       
.      જય હો શીરડી વાલે સાંઇબાબા',જય જલારામ વિરપુરવાલા,,શ્રી સિંદુરીમાતાજી થામણા - Postimet | Facebook 
           .સંત જલાસાંઇની જ્યોત 
તાઃ૧૭/૯/૨૦૨૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનપ્રેમથી રાહ મળે માનવદેહને,જે શ્રધ્ધાભાવથી ભક્તિ કરાવી જાય
મળેલ દેહ જીવને ગતજન્મે થયેલ કર્મથી,ના કોઇજ જીવથી કદી છટકાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
પવિત્રભુમી ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ આવી જાય
પવિત્રદેહ લીધો વિરપુરમાં પ્રભુએ,જે ઠક્કરકુળથી માનવતા મહેંકાવી જાય
જલારામના નામથી એ ઓળખાય,સંગે જીવનસંગીનીને વિરબાઈ કહેવાય
અન્નદાનની રાહ દીધી માનવદેહને,જે જીવોને પ્રેમથી ભોજન કરાવી જાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
કુદરતની પાવનકૃપા અવનીપર,શેરડીમાં સાંઇબાબાના નામથી આવી જાય
દ્વારકામાઈની પવિત્રસેવાથી બાબાને,જીવનમાં પાવનશાંંતિનો સંગાથ થાય
સાંઇબાબાએ આંગળી ચીંધી માનવીને,શ્રધ્ધા સબુરીથી નાકદી દુર રહેવાય
પાવનરાહે જીવન જીવવા માટે,મળેલદેહને ના ધર્મકર્મ કોઇ કદી અડી જાય
.....દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની પાવનકૃપાથી ભક્તિ થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++