September 5th 2020

કર્મની જ્યોત

##Sandipani took the sage's son to Shankhasur, Sandipani told Lord Krishna to bring his son to Guru Dakshina | સાંદીપનિ ઋષિના પુત્રને શંખાસુર ઉપાડીને લઇ ગયો હતો, સાંદીપનિએ શ્રીકૃષ્ણને ગુરુ ...##

.              .કર્મની જ્યોત 
તાઃ૫/૯/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલ દેહ અવનીપર,જે થયેલ કર્મની જ્યોત પ્રગટાવી જાય
શ્રધ્ધા ભાવથી થયેલ પવિત્રકર્મ દેહના,જીવને જન્મમરણથી સમજાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
માનવદેહ એ કૃપાપ્રભુની જીવ પર,જે મળેલદેહને પ્રેરણા આપી જાય
નિર્મળ નિખાલસ ભાવથી જીવન જીવતા,ના કોઇ માગણી પણ હોય
પાવનરાહે કર્મકરતા જીવને મળેલ દેહને,પરમાત્મા સદમાર્ગે પ્રેરી જાય
જન્મમરણનો સંબંધ છુટે જીવનો,એજ જીવને પવિત્ર મુક્તિ મળી જાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,એ પવિત્રદેહોથી દેહને આંગળી ચીંધાય
મળેલ માનવદેહ એજ સમજણના સંગાથે,પવિત્ર જીવન પણ જીવી જાય
ગતજન્મે થયેલકર્મ જીવને આગમનથી દેખાય,જગતમાં નાકોઇથી છુટાય
આગમનવિદાય એ કુદરતની પ્રેરણા,જે મળેલજીવને સમયસમયે સમજાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++