September 22nd 2020

ગજાનંદ ગણેશજી

***ૐ ગં ગણપતયે નમઃ અનેક વ્યાધિઓનો એક અસરકારક ઇલાજ | નવગુજરાત સમય***

             .ગજાનંદ ગણેશજી
 તાઃ૨૨/૯/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સિધ્ધી વિનાયક વ્હાલા શ્રીગણેશ,જગતમાં પવિત્રરાહે ભાગ્યવિધાતા કહેવાય
માતા પાર્વતીના એવ્હાલા સંતાન,સંગે પિતા ભોલેનાથનાય લાડીલા થઈ જાય
.....એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
પાવનરાહે મળેલદેહને કર્મનીકેડી મળી,ધર્મકર્મને દુર રાખી કૃપા આપી જાય
વ્હાલા પિતા શંકરભગવાન સંગે,માતા પાર્વતીના લાડલા ગૌરીનંદન કહેવાય
મળે આશીર્વાદ દેહને પાવનકર્મથી,જ્યાં શ્રધ્ધાભાવથી શ્રી ગણેશાયને પુંજાય
પવિત્રકર્મની રાહ મળી વ્હાલા ગણેશજીને,જીવનમાં કાર્તીકભાઈ મળી જાય
.....એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
સંસારની પવિત્રકેડી મળી જીવનમાં,પત્નિ રિધ્ધીસિધ્ધીના ભરથાર થઈ જાય
જગતમાં મળેલમાનવદેહપર પત્ની રિધ્ધીનો પ્રેમમળે,જ્યાં ગણેશની કૃપા થાય
જીવનમાં કરેલ કર્મને સિધ્ધીના સોપાન મળૅ,જ્યાં પત્ની સિધ્ધીનો પ્રેમ મળે
અજબ કૃપાળુ પરિવાર ભોલેનાથના સંતાનનો,જેની જગતમાં પુંજાપણ કરાય
.....એવા વ્હાલા ગણેશજીને માતાપિતાના પવિત્રપ્રેમથી,જગતપર ભાગ્યવિધાતા કહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++