September 16th 2020

જન્મની જ્યોત

.   વારાણસીમાં બાળકો સાથે જન્મદિવસ ઉજવશે PM મોદી, કરોડની રિટર્ન ગિફ્ટ | India News in Gujarati                         
 .           . જન્મની જ્યોત                           
તાઃ૧૭/૯/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર પવિત્રભુમીજ ભારત છે,તો પ્રેમથી બોલો ભારતમાતાની જય 
સંગે ભારતદેશના વડાપ્રધાન,શ્રી નરેંદ્રભાઈનો આજે જન્મદીવસ ઉજવાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય
પવિત્રકર્મની રાહ પકડી ચાલતા,પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન થઈ જાય
દુનીયામાં ગુજરાતીઓની અનેક પાવનરાહ છે,જે તેમના વર્તનથી દેખાય
પવિત્રરાહે કર્મ કરતા પરમાત્માનીકૃપા મળે,જે મળેલ લાયકાતથી સમજાય
પ્રેમ મળ્યો પ્રજાનો જે વ્હાલા નરેંદ્રભાઈને,ભારતનાજ વડાપ્રધાન કરી જાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય.
કુદરતની પાવન કૃપા અવનીપર,જે મળેલ દેહને જીવનમાં અનેકરાહે દેખાય
પવિત્રરાહમળી નરેંદ્રભાઈને જીવનમાં,જયાં માતાપિતાનો નિર્મળપ્રેમ મળીજાય
નાઆશા નાઅપેક્ષા જીવનમાં રાખી,એ પવિત્ર દેશમાં પવિત્ર કર્મ કરી જાય
નિખાલસપ્રેમથી વ્હાલા નરેંદ્રભાઈને,જન્મદીવસે પ્રદીપથી હેપ્પીબર્થડે કહેવાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય.
**************************************************************
     ભારતના વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈને આજે તેમના જન્મદીન નીમિત્તે હ્યુસ્ટનથી
પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનમાં રહેતા ગુજરાતીઓ તરફથી હેપ્પી બર્થ ડે સહિત
પવિત્રરાહે જીવનમાં ભારતદેશના વડાપ્રધાન થઈ મળેલદેહને પાવનરાહે લઈ જઈને
ઉજવળ જીવન માટે અભિનંદન.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત પરીવારના જય જલારામ
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

September 16th 2020

ભક્તિનો સાગર

+નવરાત્રી રે આવી | ચંદ્ર પુકાર+જય ભોલેનાથ - શ્રી નિલકંઠ મહાદેવ મંદિર-કેશોદ | Facebook
.              .ભક્તિનો સાગર      

તાઃ૧૬/૯/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયસંગે દેહ મળે જીવને અવનીપર,જે થયેલકર્મના બંધનથી લાવી જાય 
ગતજન્મે મળેલ માનવદેહને સંબંધસ્પર્શે,જે અવનીપરના આગમનથી દેખાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,સમયે જીવનમાં સમજણ આપી જાય
અપેક્ષામોહને દુર રાખીને જીવવા,પ્રભુના અનેકદેહ ભારતમાંજ પ્રગટી જાય
જીવને મળેલદેહને સુખ માટે પુંજનકરવા,ભક્તિના સાગરને વહેવડાવી જાય
ભક્તિનો સાગર એપવિત્રનદીનીકૃપા,વંદનકરી અર્ચનાકરતા મુક્તિમળી જાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
પરમાત્મા એ લીધેલદેહ,જે શંકરભગવાનથી ઓળખાય એ ગંગાવહાવી જાય
પવિત્રગંગા જળથી અર્ચના કરતા જીવનમાં,પવિત્ર જીવનની રાહ મળી જાય
અનેક માતાનાદેહ લીધા ભારતમાં,આરાશુરમાં અંબામાતાથીય એ ઓળખાય
વ્હાલા અંબામાતાના આશિર્વાદ મળ્યા,જે મને ભક્તિસાગરનીરાહ આપીજાય  
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
****************************************************************