September 29th 2020

માનવ દેહ

         .ભગવાન રામ અને કૃષ્ણ પણ નહોતા તોડી શક્યા જન્મ મરણનું બંધન, જાણો કેવી રીતે થયું તેમનું મૃત્યુ. - Suvichar Dhara                              
.               .માનવ દેહ    
તાઃ૨૯/૯/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જગતપર અનેકરાહે અનુભવથીજ મેળવાય  
જીવને મળેલદેહની લીલા પ્રભુકૃપાએ,ગત જન્મે દેહથી થયેલ કર્મથી મળી જાય
.....એ પાવનકૃપા મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિનો માર્ગ માનવદેહને આપી જાય.
પવિત્રકૃપા મળે દેહને જ્યાં નિર્મળરાહે,મળેલ માનવદેહથી નિર્મળજીવન જીવાય
સરળ જીવનનીરાહ મળે માનવદેહને,જે જીવનમાં દરેક પળને સાચવતા દેખાય 
કુદરતની આ કૃપા અવનીપર અનેક જન્મથી,પરમાત્મા દેહ લઈને આવી જાય
પવિત્ર ભારતદેશમાં જન્મલઈ આવ્યા,જે અનેક પરમાત્માના નામથી ઓળખાય
.....એ પાવનકૃપા મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિનો માર્ગ માનવદેહને આપી જાય.
રામ કહો કે કૃષ્ણ કે હનુમાન કહો,કે ભોલેનાથ જે શંકર ભગવાન પણ કહેવાય
પરમાત્માએ પવિત્રદેહથી આગમન કર્યો,જગતમાં પવિત્ર હિંદુ ધર્મથી ઓળખાણ
સંસારની કેડી મળી દેહને,જે સીતા,રાધા,પાર્વતી,લક્ષ્મી,રાંદલના દેહથી દેખાય
સંતાનની સાંકળ એજ લીલા પ્રભુની ધરતીપર,જે કુળને પાવનરાહે જ દોરી જાય 
.....એ પાવનકૃપા મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિનો માર્ગ માનવદેહને આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++