September 30th 2020
. .કૃપા માતાની
તાઃ૩૦/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહ અવનીપર,અનેક કર્મના બંધનથી દેહ મળતો જાય
પરમકૃપામળે કુળદેવી માકાળકાની,જીવને કુટુંબના સંબંધથી મેળવાય
....મળે કૃપા મને કુળદેવી માકાળકાની,જે દેહને ભક્તિપ્રેમનો સંગાથ આપી જાય.
પવિત્ર જીવનની રાહ મળે મળેલ દેહને,માતા કૃપાએ કુળને પ્રેરી જાય
અનંત શાંંતિનો સંગાથ મળે જીવને,જે નિર્મળભાવે ભક્તિ કરાવી જાય
અજબશક્તિશાળી માકાળકા હિંદુધર્મમાં,જે જીવને શાંન્તિ આપી જાય
ઓમ ક્રી કાલિયે નમો નમઃના સ્મરણથી,માતાની મને કૃપા મળી જાય
....મળે કૃપા મને કુળદેવી માકાળકાની,જે દેહને ભક્તિપ્રેમનો સંગાથ આપી જાય.
નિર્મળભાવથી માતાનાદર્શન કરતા,કૃપાએ પાવનરાહ જીવનમાં મેળવાય
મળેલદેહને માનવજીવનમાં સમય સ્પર્શી,જીવનમાં અનેકકર્મ આપી જાય
કુળદેવી માકાળકાની પાવનકૃપાએ,મારાકુળને પવિત્રજીવથી વધારી જાય
અદભુતલીલા પવિત્રમાતાની અવનીએ,અનેક સ્વરૂપે દર્શન આપી જાય
....મળે કૃપા મને કુળદેવી માકાળકાની,જે દેહને ભક્તિપ્રેમનો સંગાથ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.