September 30th 2020

. . શાંન્તિનો સંગાથ
તાઃ૩૦/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે પરમાત્માનો દેહને,જ્યાં જીવથી શ્રધ્ધાભાવથી વંદન થાય
મળેલ માનવ દેહને કર્મનો સંબંધ છે,થયેલ કર્મથી દેહ આપી જાય
....અજબ શક્તિશાળી પરમાત્માની લીલા,અનેક દેહથી આવનજાવન કરી જાય.
સમયનો સ્પર્શ જીવને દેહથી,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
નિખાલસ ભાવનાથી પુંજન કરતા,દેહને ભગવાનની કૃપા મળતીજાય
જીવનમાં મળેલદેહને શાંન્તિનો સગાથ મળે,જે પાવનરાહે દોરી જાય
નાઆશા અભિમાન કે મોહમાયા અડે,એ નિર્મળ જીવન આપી જાય
....અજબ શક્તિશાળી પરમાત્માની લીલા,અનેક દેહથી આવનજાવન કરી જાય.
પવિત્રપ્રેમથી રાહ મળે દેહને,જે વડીલના પ્રેમ આશિર્વાદથી મેળવાય
અવનીપરનુ આવનજાવન એ જીવને સ્પર્શે,જે જન્મમરણથી મળીજાય
કુદરતની પાવનકૃપા મળે દેહને,જે ભજન ભક્તિજ ધરમાં આપી જાય
સરળ જીવનની રાહ મળતા જીવને,અનેક પવિત્ર કામ જીવનમાં થાય
....અજબ શક્તિશાળી પરમાત્માની લીલા,અનેક દેહથી આવનજાવન કરી જાય.
##############################################################
No comments yet.