January 3rd 2021

દોડતા આવજો

વિશ્વાસ કોના ઉપર કરવો? અને કોના ઉપર ના કરવો? આજના સમયનો બહુ જટિલ પ્રશ્ન – Nirav Patel

.           .દોડતા આવજો
તાઃ૩/૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમનો પવિત્રપ્રેમ પકડવા,સમય પકડીને દોડતા આવજો અહીં
ના કોઇનીય તાકાત જગતમાં,મળેલદેહથી સમયથી કદી છટકાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
પવિત્રકેડી કલમની જગતમાં,જે અનેક દેહોને વાંચનથી મળી જાય
નિર્મળરાહને પકડી મગજને પ્રેરતા,માતા સરસ્વતીનીજ કૃપા થાય
પ્રેમથી પ્રેમનો હાથ પકડતાજ,કલમપ્રેમીઓથી સમય પકડાઈ જાય
એજ કૃપા કલમની હ્યુસ્ટનમાં કહેવાય,જેનું સન્માન જગતમાં થાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
આજકાલ સમજીને ચાલતા પ્રેમીઓ,જગતમાં કલમની જ ઓળખાય
માનવતાની મહેંકપ્રસરે મળેલદેહની,જે જીવને મોહમાયાથી છોડીજાય
દોડીઆવે માતા સરસ્વતીનો પ્રેમ,જે નિખાલસતાથી કલમને પ્રેરીજાય
એ મળેલ માનવદેહ પર કૃપાજ કહેવાય,જે અવનીપર યાદ મુકી જાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
##############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment