January 23rd 2021

ભજન પ્રેમ

પ્રેમતત્ત્વનું શ્રેષ્ઠ સ્વરૂપ : રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ - Sandesh

.              ભજન પ્રેમ              
તાઃ૨૩/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રાધેકૃષ્ણ રાધેકૃષ્ણ કૃષ્ણકૃષ્ણ રાધેરાધે,ભજન કરતા ભક્તોથી બોલાય
રામરામની ધુન કરતા તાલી પાડીને,સીતારામ સીતારામ પણ કહેવાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,શ્રીરામશ્રીરામ તાલી પાડીને બોલાય 
સીતામાતાનો પાવનપ્રેમ મળે ભક્તોને,જે શ્રીરામ સંગે સીતારામ કહેવાય
પવિત્રકૃપા મળે શ્રી કૃષ્ણની સંગે રાધાની,એ વાંસળી વાગતાજ સંભળાય
દ્વારકાથી દોડી આવ્યા ભક્તોને મળવા,એજ જીવનમાં શાંંતિ આપી જાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય
રામલક્ષ્મણજાનકી સંગે જય બોલો હનુમાન,એ રામના પરમભક્ત કહેવાય
પરમશ્રધ્ધાએ ભક્તિ કરતા ભક્તોને,પ્રેમથી આશિર્વાદ આપના આવીજાય
સીતારામના સ્મરણથી કૃપા કરવા,અયોધ્યાથી સીતા સંગે એ પધારી જાય
પવનપુત્રનો સાથ મળ્યો શ્રીરામને,જે સીતાને લાવવા રાવણનુ દહન કરાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

January 23rd 2021

નિખાલસ રાહ

###144.pdf  ###

.           નિખાલસ રાહ            

તાઃ૨૩/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રરાહની આંગળી ચીંધી,જે મને પવિત્રસંત શ્રી મોટાથી દેવાય
જીવનમાં કલમની કેડી પકડી ચાલવા,મને આશીર્વાદ પણ આપ્યા
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
મળેલદેહને સંબંધ કર્મનો અવનીપર,જે દેહ મળતાજ અનુભવ થાય
પાવનરાહ એજ પરમાત્માની કૃપા,દેહને નિખાલસ રાહ આપી જાય
પવિત્રકલમની રાહમળી દેહને,જે અનેક પ્રેમીઓના પ્રેમથી મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષારહે,કે ના કદી કળીયુગની માયા અડી જાય
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
પરમાત્માની કૃપા થઈ દેહપર,જે હરિ ૐ આશ્રમના મોટાથી મેળવાય
મળેલ માનવદેહને નિખાલસ રાહ મળી,જે સમયસંગે ચાલતા સમજાય
પવિત્રકૃપા પુંં.મોટાની આશ્રમથી મળી,એ મળેલદેહની કલમથી દેખાય
કર્મનોસંબંધ એ મળેલદેહને,જે જન્મ મળતાદેહને સંબંધીઓ આપીજાય
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
#############################################################