January 5th 2021

ગણપતિબાપા

***ગણપતિ બાપ્પા મોરયા શા માટે કહેવામાં આવે છે, જાણી લો તેમના 32 નામો | Learn why Ganapati Bappa Morea is called, know his 32 names ***

.           .ગણપતિબાપા               

તાઃ૫/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
ગજાનંદ ગણપતિ પરમકૃપાળુ ભક્તોપર,જીવનમાં અનંતશાંંતિ આપી જાય
પાવનરાહ મળે જીવનમાં શ્રધ્ધાએ,જે ભોલેનાથના સંતાનથી મળતી જાય
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
માતા પાર્વતીના એ વ્હાલા સંતાન,જેને જગતમાં ગૌરીનંદનથીય ઓળખાય
અજબ શક્તિશાળી પરમાત્મા શંકર ભગવાનના,એ લાડલા સંતાન કહેવાય
કાર્તિકભાઈના એ ભાઈ પણ કહેવાય,સંગે બહેન અશોકસુંદરીનાએ કહેવાય
ભારતની પવિત્રભુમી પર એ જન્મ્યા,જગતમાં એ ભાગ્યવિધાતાથી ઓલખાય
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
પવિત્રસંતાન એકહેવાય જગતમાં,પાવનકૃપાળુ ભક્તોપર જ્યાં શ્રધ્ધાએ પુંજાય
રિધ્ધી સિધ્ધીના એ પતિદેવ હતા,કૃપાએ જગતમાં રિધ્ધી,સિધ્ધીને વંદનથાય
અવનીપર આવીને પવિત્ર ભાવનાથી,ભક્તિકરતા દેહને આશિર્વાદ આપીજાય
એવા બમ બમ ભોલે મહાદેવના સંતાન,માતા પાર્વતીના એ લાડલા કહેવાય 
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
#################################################################