January 18th 2021

પવિત્ર ભારત

આવો જાણીએ ભારતની કેટલીક પવિત્ર અને ધાર્મિક નદીઓ વિષે….

.           .પવિત્ર ભારત

તાઃ૧૮/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
અનેકદેશ અવનીપર છે,જે તેમના નામથી જગતમાં સૌને ઓળખાય
પરમપવિત્ર દેશ દુનીયામાં ભારત,જ્યાં પવિત્રરાહે જીવન મળી જાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
જન્મમળ્યો મને પવિત્ર ભારતમાં,જ્યાં દેહથી જીવનમાં કર્મ થઈ જાય
દેહપર પરમાત્માની કૃપા જીવનમાં,શ્રધ્ધાભાવનાથી ભક્તિરાહ મેળવાય
ભારતની ભુમીને પવિત્રકરવા,અનેકધર્મમાં પરમાત્મા દેહથી પધારી જાય
પવિત્રભુમીમાં જન્મ લઈ જીવન જીવતા,સમયે દુનીયામાં પ્રસરી જવાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
ભારતના ગુજરાતમાં જીવને જન્મ મળે,જે જીવનમાં પાવનકર્મ કરી જાય
પવિત્રકર્મથી કામકરે જીવનમાં,જેદુનીયામાં પહોંચી મહેનત કરતાથઈજાય
પાવન ગાથા ગુજરાતીઓની કહેવાય,જે મળેલ દેહના કર્મથીજ સમજાય
પરમાત્માની પવિત્રકૃપા થઈ,જે દુનીયામાં પવિત્ર ભારત દેશ કરી જાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
###########################################################
January 18th 2021

હરહર ભોલેનાથ

mahadev_🚩 #harharmahadev #omnamahshivaya #shiva #lordshiva #jaimahakal #jaishreemahakal #mahadev #mahakaleshwar #ganesha #bholenath #ujjain #bholenathsabkesath #ganga #bholebaba #mahakal #god #ॐ #shivaay #mahadeva #mahadev🙏 #mahadevi #trikala #durga ...

.          .હરહર ભોલેનાથ                      

તાઃ૧૮/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જે હરહર ભોલેનાથથીય ઓળખાય
માતા પાર્વતીના પ્રેમાળપતિ,ભક્તોના વ્હાલા શંકરભગવાન કહેવાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
ભક્તિથી પાવનરાહ મળે દેહને,જે મળેલ માનવદેહપર કૃપા કરીજાય
હરહર મહાદેહ સંગે ભોલેનાથ પણ કહેવાય,એ શ્રધ્ધાભક્તિ કહેવાય
પવિત્રપુત્ર શ્રીગણપતિ અને કાર્તિકછે,જે પવિત્ર જીવથીજ ઓળખાય
ગજાનંદ ગણપતિને ભાગ્યવિધાતા કહેવાય,જેમની પુંજા પ્રેમથી કરાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
શંકર ભગવાનને ભોલેનાથ ભંડારી કહેતા,જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધાથી પુંજન કરતા,શંકર ભગવાન સંગે પાર્વતીમાતાની કૃપા થાય
ભારતની ધરતીને પવિત્રકરી,જે ગંગા નદીને હિમાલયથી વહાવી જાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાન સંગે માતા પાર્વતીના સંતાન પવિત્ર થાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
********************************************************