January 20th 2021

મોહ માયા મળી

About - Shri Vitthalbhai (Mahapatra)

.            મોહ માયા મળી             

તાઃ૨૦/૧/૨૦૨૧              પ્રદીપ  બ્રહ્મભટ્ટ 
જન્મનો સંબંધ મળે માનવદેહને,ગત જન્મના થયેલકર્મથી મેળવાય
અવનીપરનુ આગમન વિદાય,એજ કુદરતની લીલા જન્મથી દેખાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
આજકાલને નાકોઇ દેહ આંબી શકે,કે નાકોઇથી જગતમાં છટકાય 
પરમાત્માની આ લીલા દુનીયામાં,જીવનુ આવનજાવન કર્મથી થાય
કળીયુગની અજબશક્તિ છે જગતમાં,જે સમયે મોહમાયા મળીજાય
અનેક સ્વરૂપથી દેહ મળે જીવને,એજ અજબલીલા પ્રભુની કહેવાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
સરળ જીવનની રાહ મળે માનવદેહને,જયાં મોહમાયાથી દુર રહેવાય
નાકોઈ આશા કે અભિમાનરહે જીવનમા,જ્યાં શ્રધ્ધાભક્તિથી જીવાય
નિર્મળ ભાવનાથી પરમાત્માની પુંજા કરતા,જીવ પર પાવનકૃપા થાય
કળીયુગની કોઇ અસર ના અડૅ જીવને,જે જન્મમરણથી દુર લઈ જાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
************************************************************
January 20th 2021

કૃપાળુ માતાજી

** ૧૧૦૦ વર્ષ બાદ વરસશે માતા લક્ષ્મીની કૃપા આ પાંચ રાશિ જાતકો પર, આ રાશિ જાતકો પર આવનાર સમયમાં થશે ધનની વર્ષા - Moje Mastram**

.                      .કૃપાળુ માતાજી

તાઃ૨૦/૧/૨૦૨૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
  
પરમકૃપાળુ માતા જગતમાં,જે પવિત્રભુમી ભારતમાં દેહ લઈ જાય
એ લક્ષ્મી માતાથી ઓળખાય,જગતમાં માનવદેહપર કૃપા કરીજાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
ભારતદેશ પર પરમાત્માની કૃપા કહેવાય,જ્યાં એપવિત્રદેહ લઈ જાય
વિષ્ણુ ભગવાનના એ ધર્મપત્નિય થયા,જે માતા લક્ષ્મીથી ઓળખાય
લક્ષ્મીમાતાની પાવનકૃપા ભક્તોપર,જે ધન વર્ષાકરી સુખ આપી જાય
પાવનકૃપા મળે માતાની દેહને,જ્યાં શ્રધ્ધાભાવથી માતાની પુંજા થાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
સમયનો સંબંધ મળેલદેહને જગતમાં,જે ગતજન્મના કર્મથી મળતો જાય
અનેક પવિત્રદેહ લઈ એ પધાર્યા,જેમનુ પુંજન શ્રધ્ધાથી મંદીરમાં કરાય
પવિત્રભુમીમાં જન્મ મળે જીવને,જે મળેલ દેહનુ પવિત્ર નશીબ કહેવાય
માતા લક્ષ્મીની કાયમ કૃપાજ મળે,જ્યાં માતાને વંદન કરી પુંજન કરાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
જીવને મળે દેહ અવનીપર,જે ગતજન્મે થયેલકર્મના બંધનથીજ મૈળવાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં લક્ષ્મીમાતાની પાવનકૃપાથાય
ધર્મકર્મને સમજીને ચાલવા લક્ષ્મીમાતા સંગે,વિષ્ણુભગવાનની પ્રેરણા થાય
પવિત્રકૃપા થાય માનવદેહ પર,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય 
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
#############################################################