January 23rd 2021

ભજન પ્રેમ

પ્રેમતત્ત્વનું શ્રેષ્ઠ સ્વરૂપ : રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ - Sandesh

.              ભજન પ્રેમ              
તાઃ૨૩/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રાધેકૃષ્ણ રાધેકૃષ્ણ કૃષ્ણકૃષ્ણ રાધેરાધે,ભજન કરતા ભક્તોથી બોલાય
રામરામની ધુન કરતા તાલી પાડીને,સીતારામ સીતારામ પણ કહેવાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,શ્રીરામશ્રીરામ તાલી પાડીને બોલાય 
સીતામાતાનો પાવનપ્રેમ મળે ભક્તોને,જે શ્રીરામ સંગે સીતારામ કહેવાય
પવિત્રકૃપા મળે શ્રી કૃષ્ણની સંગે રાધાની,એ વાંસળી વાગતાજ સંભળાય
દ્વારકાથી દોડી આવ્યા ભક્તોને મળવા,એજ જીવનમાં શાંંતિ આપી જાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય
રામલક્ષ્મણજાનકી સંગે જય બોલો હનુમાન,એ રામના પરમભક્ત કહેવાય
પરમશ્રધ્ધાએ ભક્તિ કરતા ભક્તોને,પ્રેમથી આશિર્વાદ આપના આવીજાય
સીતારામના સ્મરણથી કૃપા કરવા,અયોધ્યાથી સીતા સંગે એ પધારી જાય
પવનપુત્રનો સાથ મળ્યો શ્રીરામને,જે સીતાને લાવવા રાવણનુ દહન કરાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment