July 14th 2021
##
##
.પ્રેમ પકડજો
તાઃ૧૪/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિખાલસ પ્રેમ મળ્યો સંબંધીઓનો,જીવનમાં સુખસાગર વહાવી જાય
ના મોહમાયા કે અપેક્ષાની રાહ મળે,એજ પરમાત્માની કૃપા કહેવાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
આજકાલને નાપકડાય કોઇથી,પ્રભુ કૃપાએ સમયની સાથે ચાલી જવાય
મળેલદેહને કર્મનો સંબંધ છે,જે ગતજન્મના દેહના થયેલકર્મથી સમજાય
જીવનમાં અનેકરાહે પ્રેમમળે,જે સમજીને પકડતાદેહને સુખ આપી જાય
પવિત્રપ્રેમ એજ નિખાલસ ભાવનાથીમળે,ના કોઇજ અપેક્ષા અડી જાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
સગાસંબંધીઓનો પ્રેમ એ પરિવારનો છે,ના કોઇ ઇચ્છાઆશા અડીજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે નિખાલસ પ્રેમીઓથી મળીજાય
હાયબાય એ કળીયુગની સાંકળ,જગતમાં કોઇથીય તેનાથી દુર રહેવાય
સંત જલાસાંઇનીજ કૃપા મળે,જે જીવનમાં અનેકરાહે શાંંતિ આપી જાય
....પાવનરાહ મળી જીવને મળેલદેહને,જે સમયનીસાથે પવિત્રકર્મ કરાવી જાય.
=============================================================
No comments yet.